Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

ધોરાજી તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી હોસ્પિટલ અને પોલીસને વિનામૂલ્યે પાંચ હજાર નંગ થ્રી લિયર માસ્કનું વિતરણ કર્યું

ધોરાજી: ધોરાજીના  કુંભારવાડા ખાતે આવેલ સામાજિક સંસ્થા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારીના સમયમાં બીજી વખત ધોરાજી સરકારી હોસ્પિટલ અને પોલીસને થ્રી લેયર માસ્કનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું

  સંસ્થાના પ્રમુખ રાજુભાઇ બાલધા એ જણાવ્યું કે હાલમાં વિશ્વ covid 19 ની મહામારીના ધ્યાનમાં રાખીને તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેલસ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદના ડિરેક્ટર આશિષ કોટડીયા તેવો મૂળ ધોરાજી પાસેના મોટા ગુંદાળાના વતની હોય તેમના માધ્યમથી પાંચ હજાર નંગ થ્રી લેયર માસનું ડોનેટ કરવામાં આવ્યું હતું જે ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો જયેશ વસેટીયન ડો.રાજ બેરા ડો.અંકિતા પરમાર વિગેરે સ્ટાફને માસ્ક આપવામાં આવ્યા હતા તેમજ ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમત સિંહ જાડેજા તમામ પોલીસ કર્મચારીઓને આ માસ્કનો વિતરણ કરવામાં આવ્યું હતું
 આ સમયે રાજુભાઈ બાલધા એ જણાવેલ કે અમારા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત શહેરના લોકોને 5000 માસ્ક નો વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ધોરાજી સરકારી હોસ્પિટલ પોલીસ સ્ટેશન અને ડેપ્યુટી કલેક્ટરને N95 માસ્કનું વિતરણ કરેલું હતું બાદ ફરી બીજી વખત ધોરાજી પોલીસ સ્ટેશન અને સરકારી હોસ્પિટલના સ્ટાફ પરિવારોને વિનામૂલ્યે માસ્ક નું વિતરણ કરી અને ખરા અર્થમાં કોરોનાવાયરસ નું સન્માન કરેલું હતું આ સમયે ધોરાજી તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ વતી રાજુભાઈ બાલધા અશોકભાઈ બાલધા દિનેશભાઈ ઠુંમર કિશોરભાઈ રાઠોડ જનકભાઈ હિરપરા ધીરેનભાઈ વૈષ્ણવ પ્રફુલભાઈ હિરપરા મિલનભાઈ સમીરભાઈ ભાસ્કરભાઈ યસ ભાઈ વગેરે સંસ્થાના કાર્યકર્તાઓ વિતરણમાં સાથે રહ્યા હતા

(7:12 pm IST)