Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ગીર સોમનાથ જિલ્લામાં અતિવૃષ્ટિથી ચોમાસા વાવેતરને નુકશાન :ખેતરોમાં પાણી ભરાતા પાક બળી ગયો :સર્વે કરીને સહાય ચૂકવો

જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન જાલોંધરાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કૃષિ મંત્રી આર.સી.ફળદુને લખ્યો પત્ર

ગીર સોમનાથ જિલ્લામાં અતિવૃષ્ટિ અને અતિ ભારે વરસાદને કારણે  જિલ્લામાં ચોમાસું વાવેતર પાકોનો નુકસાન સર્વ કરી સહાય ચૂકવવા રજૂઆત કરાઈ છે

  ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે માસથી વરસાદ વરસવાનું ચાલુ છે.જેના કારણે ખેતરોમાં પાણી ભરાય ગયા છે.પાણી ભરાવાથી પાક બળી ગયો હોવાથી ખેડૂતો પાયમાલ થયા છે ત્યારે સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને વ્હારે આવે માટે ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા કૃષિ મંત્રીને રજુવાત કરતો પત્ર લખ્યો છે.ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન જાલોંધરા એ મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણી  અને કૃષિ મંત્રી આર.સી.ફળદુને પત્ર લખીને રજૂઆત કરી છે

  ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ વર્ષ છેલ્લા બે માસથી સતત વરસાદ ચાલુ હોવાના કારણે ખેતરોમાં પાણી ભરાઇ જવા પામેલ છે જેનો કારણે ચોમાસું વાવેતર પાકો નિષ્ફળ જવા પામેલ છે આ બાબતે ગીર સોમનાથ જીલ્લામાં ચોમાસુ પાકો ના તાત્કાલીક સર્વે થાય તે અંગે ગીર સોમનાથ જિલ્લાના પંચાયત પ્રમુખએ રજૂઆત કરી છે

(10:42 pm IST)