Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

જેતપુર-ચોટીલા-પાટડી-ર, મુંદ્રા-ગાંધીધામ, વઢવાણ-જોડિયામાં દોઢ ઇંચ વરસાદઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ સાથે મેઘમહેર

રાજકોટ તા. ર૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘાવી માહોલ સાથે મેઘમહેર યથાવત છે આવા વાતાવરણ વચ્ચે જેતપુર-ચોટીલા-પાટડીમાં ર ઇંચ, મુંદ્રા, ગાંધીધામ, વઢવાણ, જોડિયામા દોઢ ઇંચ, વરસાદ પડયો છે.

જયારે લખપત અને થાનગઢમાં એક ઇંચ, રાજુલા, ઘોઘા, તળાજા, ભાવનગર, અંજાર, ભુજ, રાપર, મહુવા, જામનગર, કાલાવડ, લાલપુર, જામજોધપુર, ધ્રોલ, ઉના, કોડીનાર, ગીરગઢડા, સુત્રાપાડા, બરવાળા, પડધરી, લોધીકા, રાજકોટ, ચુડા, ધ્રાંગધ્રા, સાયલા, માંગરોળ, માણાવદરમાં ઝાપટાથી અડધો ઇચ વરસાદ પડયો છે.

(3:53 pm IST)