Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સુરેન્દ્રનગર ખાતે વર્ગ-૪ના કર્મચારીઓને કપડાંનું વિતરણ

વઢવાણ, તા. ર૭ :  જિલ્લા માં ગઈ કાલે કુંવરજીભાઇ બાવળિયા દવારા જિલ્લા માં અનેક સ્થળે મુલાકાત લીધી હતી.અને દિવ્યાંગોને સાયકલ વિતરણ કરવા માં આવીયુ હતું.ત્યારે જિલ્લા રોજગાર કચેરી ખાતે પણ વિધાર્થીઓ સાથે કુંવરજીભાઇ બાવળિયા એ મુલાકાત કરી હતી.

ત્યારે ગઈ કાલે કુંવરજીભાઇ બાવળિયા સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે મુલાકાત માટે આવીયા હતા.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.રાજેશે વર્ગ ૪ ના કર્મચારીઓને કપડાં નું વિતરણ કુંવરજીભાઇ દવારા વિતરણ કરવા માં આવ્યુ હતુ.

ત્યારે આ કાર્યક્રમમા વર્ગ ૪ ના ૨૫ થી વધુ કર્મચારીઓ ને કપડાં નું વિતરણ કરવા માં આવ્યુ હતુ.ત્યારે આ કાર્યક્રમ માં કુંવરજીભાઇ બાવળિયા, સુરેન્દ્રનગર કલેકટર કે રાજેશ , ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને વેગેરે કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે કુંવરજીભાઇ દવારા અચાનક આ કપડાં ચેક કરવા માં આવતા આ કપડાં નું કાપડ સુરેન્દ્રનગર કલેકટર દવારા રેમેન્ડ કંપની નું ખરીદી કરી વર્ગ ૪ ના કર્મચારીઓ ને આપવા માં આવતા કુંવરજીભાઇ એ પણ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ના વખાણ કર્યા હતા.

(1:09 pm IST)