Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

કેશોદના ઠંડાપીણાના વેપારીને કંપનીના લોગોનો ઉપયોગ કરવો મોંઘો પડ્યો: કંપનીએ કરી ફરિયાદ

કંપનીના લોગોવાળી 300 ભરેલી બોટલ, 564 ખાલી બોટલ, 30 ખાલી કેરેટનો મુદામાલ જપ્ત

 

કેશાદના એક વેપારીને કંપનીના લોગોનો બોટલ પર ઉપયોગ કરવો મોંઘો પડ્યો છે વેપારી વિરૂધ્ધ ઠંડા પીણાની એક કંપનીએ કોપીરાઇટ એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવી છે.

  પોલીસે કંપનીના લોગોવાળી 300 ભરેલી બોટલ, 564 ખાલી બોટલ, 30 ખાલી કેરેટ મળી કુલ 5 હજાર 820નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

  આરોપીના ડબલ માળ ધરાવતા રહેણાંક મકાનના નીચેના ભાગે ગોડાઉનમાં ખાનગી કંપનીની ઠંડા પીણાની બોટલો બળી આવી હતી. આરોપી દ્વારા જુદી જુદી બ્રાન્ડની ખાલી બોટલમાં અન્ય ઠંડુ પીણું ભરી ઉત્પાદન અને વેચાણ કરવામાં આવતું હતું.

(10:01 pm IST)