Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

જામનગરમાં મહિલા પીએસઆઇ વૈશાલી આહીરનો સપાટોઃ જુગાર રમતા ૪ શખ્સો રોકડ સાથે ઝડપાયા

જામનગરઃ જામનગર શહેરમાં તીનપતી રોનનો જુગાર મુદ્દામાલ સાથે ચાર ઇસમોને જામનગર ખંભાળીયા ગેટ પોલીસ ચોકી સીટી -ડીવીઝન પોલીસે પકડી પાડ્યા છે. સીટી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીસઆઇ વૈશાલી . આહીર સાથે ખંભાળીયા ગેટ પોલીસ ચોકી સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન હર્ષદપીલની ચાલી પાછળ, જડેશ્વર પાર્ક શેરી નં.૪ નજીક ચાર ઇસમો ગોળ કુંડાળુ વાળી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપત્તાના પાના વડે તીનપત્તી રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે દિનેશભાઇ લાલજીભાઇ કામડીયા, રાજેન્‍દ્રસિંહ જટુભા ચુડાસમા, સુમીત પ્રવિણભાઇ વોરા, પ્રદ્યુમનસિંહ ભરતસિંહ જાડેજા કુલ રૂપિયા ૧૦૨૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.

(6:02 pm IST)