Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

જામકંડોરણામાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથીઃ ઉજવણી રથયાત્રામાં જયેશભાઇ રાદડીયા રથના ચાલક બન્યા

જામકંડોરણામાં:ધામધૂમથી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ જન્માષ્ટમી મહોત્સવ પ્રસંગે  વૃજ વલ્લભ સોશ્યલ ગૃપ દ્વારા આયોજીત ભવ્ય અને વિશાળ રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રા સવારે રામજી મંદિરે શરૂ થઇ પટેલ ચોક, ભાદરા નાકા, ગોંડલ રોડ , બસ સ્ટેશન થઇ પટેલ ચોકમાં પૂર્ણ થઇ હતી. આ રથયાત્રાનું કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રથયાત્રામાં પચાસ જેટલા વાહનોમાં શહેરના વિવિધ યુવક મંડળો દ્વારા ધાર્મિક સંસ્કૃતિ ઝાંખી કરાવતા આકર્ષક ફલોટ રજુ કરવામાં આવેલ રથયાત્રા દરમ્યાન કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે વિશાળ કદની કેક કાપી કૃષ્ણ જન્મોત્સવની ઉમંગધભેર ઉજવણી કરવામાં આવી હતી આ રથયાત્રામાં મંત્રી જયેશભાઇ રાદડીયાએ રથ ચલાવી રથના ચાલક બન્યા હતા. રથયાત્રામાં ભાગ લેનાર તેમજ શેરી સુશોભનમાં ભાગ લેનાર દરેક યુવક મંડળોને  કેબિનેટ મંત્રી જયુેશભાઇ  રાદડીયા દ્વારા રોકડ પ્રોત્સાહન ઇનામો આપવામાં આવેલ રથયાત્રામાં કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, રાજકોટ જીલ્લા દુધ સંઘના ચરમેન ગોવિંદભાઇ રાણપરીયા, સરપંચ જશમતભાઇ કોયાણી, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ સહિતના રાજકીય, સામાજિક આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને આ જન્માષ્ટમી પર્વની ઉમંયભેર ઉજવણી કરી હતી આ જન્માષ્ટમી પર્વની ઉજવણી પ્રસંગ સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનમાં માટેલ ગૃપ દ્વારા ધાર્મિક પ્રદર્શન યોજાયુ હતું આ પ્રદર્શન નિહાળવાનો મોટી સંખ્યામાં લોકોઅ. લાભ લીધો હતો.(મનસુખ બાલધા દ્વારા)

(12:50 pm IST)