Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

ગોંડલના દેરડી કુંભાજીમાં ખુરશી પરથી પડી જતા દિનેશભાઇ ખાતરાનું મોત

રાજકોટ તા. ર૭ : ગોંડલના દેરડીકુંભાજી ગામમાં લેઉવાસમાજની વાડીએ ખુરશી પરથી પડી જતા આધેડનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી વિગત મુજબ ગોંડલના દેરડી કુંભાજીમાં રહેતા દિનેશભાઇ પરસોતમભાઇ ખાતરા (ઉ.પ૮) ગઇકાલે ગામમાં લેઉવા પટેલ સમાજની વાડીએ ખુરશી પર બેઠા હતા.ત્યારે ખુરશીનો પાયો ભાંગતા પડી જતા દિનેશભાઇને માથાના ભાગે ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું આ અંગે ગોંડલ તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.(

(12:00 pm IST)