Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ભાવનગરના મહુવા અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર : નદીઓમાં નવા નીરની આવક: માલણ નદી બે કાંઠે

મોટા ખૂટવડા, ગોરસ, બોરડી, કીકરીયા સહિત ગામડામાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો

ભાવનગરના મહુવા પંથક અને ગ્રામ્ય વિસ્તારના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મહુવા પંથકના મોટા ખૂટવડા, ગોરસ, બોરડી, કીકરીયા સહિત ગામડામાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. મોટા ખૂટવાડા ગામના રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા અહાતા, તો મહુવાની સ્થાનિક માલણ નદી બે કાંઠે વહેતી થઇ હતી.

(7:39 pm IST)