Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

મોરબી-માળીયા હાઇવે પર કેરાળાના પાટિયા નજીક કારખાના આગ લાગી

મોરબી ફાયરની બે ટીમ દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો

મોરબી માળીયા હાઈવે પર આવેલ કેરાળાના પાટિયા નજીક એક કારખાનામાં આગ ભભૂકી જેથી જેની જાણ થતા ફાયરની ટીમે સ્થળ પર દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઈવે પર આવેલ કેરાળાના પાટિયા નજીક એક ભૂસાના કારખાનામાં વહેલી સવારના સુમારે અચાનક આગ ભભૂકી હતી તો ધટનાની જાણ થતા મોરબી ફાયરની બે ટીમ દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો જો કે આ ધટનામાં કોઈ જાનહાની થઇ ન હોવાની માહિતી મળી છે

(7:07 pm IST)