Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

જુનાગઢ જિલ્લામાં સીઝનનો કુલ વરસાદ ૩૩.૭૩ ટકાઃ સૌથી વધુ માણાવદરમાં

સવારથી પણ વરસાદી માહોલ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૭ : રવિવારના વરસાદથી જુનાગઢ જિલ્લામાં ચિત્ર પલટાય ગયુંછે અને સીઝનનો કુલ વરસાદ ૩.૭૩ ટકા થઇ ગયો છે.

આજે સાવરથી જિલ્લામાં વરસાદી માહોલ છે પરંતુ સવારના પ્રારંભિક ચાર કલાકમાં નોંધપાત્ર વરસાદના વાવડ નથી આમ એકંદરે આજે વરાપ જેવુ હોવાથી ખેડુતો ખેતીના કામમાં લાગી ગયેલ છે.

દરમ્યાન જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ વરસાદ ૩૩.૭૩ ટકા થઇ ગયો છે.

સૌથી વધુ ૪૪.ર૧ ટકા વરસાદ માણાવદર પંથકમાં નોંધાયો છે માણાવદર પછી વરસાદમાં ૪૩.૯૧ ટકા મહેર સાથે માંગરોળ વિસ્તાર બીજા ક્રમે છે.

જિલ્લામાં સૌથી ઓછો ર૩.૮૦ ટકા વરસાદ ભેસાણ તાલુકામાં થયો છે ભેસાણ દર વર્ષે વરસાદમાં પાછળ હોય છે પરંતુ આ વર્ષે ભેસાણ પંથકમાં વરસાદની વધુ ઘટ છે.

જુનાગઢ શહેર અને ગ્રામ્યમાં ૩૦.૧૬ ટકા વરસાદ નોંધાયો છે.

(12:51 pm IST)