Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

જેતપુર પંથકમાં જૂગારના ત્રણ દરોડાઃ ર૧ શખ્સો ઝડપાયા

 

જેતપુર તા. ર૭ :.. કણકિયા પ્લોટ અંબર સીનેમા પાછળ વાલ્મીકી વાસમાં જૂગાર રમાતો હોય જે આધારે વાલ્મીકી વાસમાં જૂગાર અંગેની રેઇડ કરતાં જાહેરમાં તીનપતીનો જૂગાર રમતા રફીક સુલેમાનભાઇ પરમાર (રહે. લાદી રોડ) મૈયા ડાયાભાઇ બુણી (રહે. ગોંદરા) વિનોદ રમણીકભાઇ શીંગાળા (રહે. ફુલવાડી ઢોરા) વિનોદ રવજીભાઇ પોલરા (રહે. રૂપાવટી) રજનીકાંત મુકુંદભાઇ મહેતા (રહે. ભાઇ શેરી) પાંચે શખ્સોને રોકડા રૂ. પ૩પ૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ.

રાત્રીના ભાદરના સામાકાંઠા વિસ્તાર પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન ભાર્ગવ કારખાના વાળી ગલીમાંથી પસાર થતા. જાહેરમાં ટોળુ વળી લોકો જૂગાર રમતા હોય. પોલીસે રેડ કરી તીનપતીનો જૂગાર રમતા. આશીષ શીવકુમાર વર્મા, સુરેશ હરજીભાઇ ચૌહાણ સોયલ રહીમભાઇ લુબાણીયા, અજય વાસુભાઇ સોલંકી (રહે. તમામ દેરડીધાર આવાસ યોજના) જયેશ ઉર્ફે જવલો હંસરાજભાઇ પરમાર, અનિરૂધ્ધ કોહાભાઇ ધાધલ, ભાવેશ માણસુરભાઇ ધાધલ (રહે. ત્રણે મોણપર) પુના ઉર્ફે પુનો મોલાભાઇ વકાતર, રોહિત ભુડાભાઇ વકાતર (રહે. બન્ને દેરડી) ને રોકડા રૂપિયા ૧૩૪૩૦ તેમજ બાઇક (૩) કિ. રૂ. ૬૦,૦૦૦ મળી કુલ રૂ. ૭૩,૪૩૦ ના મુદામાલ સાથે ૧૦ શખ્સોને પકડી પાડેલ.

રેશમડી ગાલોળ ગામે રેઇડ કરી જાહેરમાં તીનપતીનો જૂગાર રમતા ભલા પીઠાભાઇ મકવાણા, મનસુખ રવજીભાઇ ઢાંકેચા, નિલેશ નથુભાઇ રાઠોડ, રમેશ ભીખાભાઇ રાઠોડ, અશોક મોહનભાઇ વેગડાને રોકડા રૂ. ૧૦,પ૮૦ સાથે પકડી પાડેલ.

શહેર પોલીસ નાનાચોકમાંથી પસાર થતા એક શખ્સ શંકાસ્પદ હાલતમાં હોય તેને તપાસતા તે વર્લી ફીચરના આંકડા લખતો હોય દિપક કેશુભાઇ જાટ (રહે. ચાંપરાજની બારી) ને રોકડા રૂ. પ૩૦ સાથે પકડી પાડેલ.

આમ શહેર તાલુકા વિસ્તારમાં કુલ ત્રણ રેઇડ દરમ્યાન પોલીસે ર૧ શખ્સોને કુલ રૂ. ૮૯,૮૯૦ રોકડા તેમજ મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં હજુ પણ અનેક સ્થળોએ જૂગાર ધામો ચાલતા હોય છે. પોલીસ રેડ કરી જૂગાર પકડે છે. બાદ ફરી જૂગાર રમવાનો શરૂ થઇ જાય છે.

(12:51 pm IST)