Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

જામજોધપુર સ્વામિનારાયણ મંદિરે ગુરૂપૂર્ણિમાની ઉજવણી

 

(દર્શન મકવાણા દ્વારા)જામજોધપુર,તા.૨૭ : સ્વામિનારાયણ મંદિરે ગુરુપૂર્ણિમાના પાવન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ,જેમાં કોઠારી સ્વામી પૂ.જગતપ્રસાદ દાસજીએ અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામીશ્રી ભગવતચરણદાસજીના ચરણોમાં વંદન કરી પુષ્પો અર્પણ કર્યા હતા. અને હરિભકતોની ઉપસ્થિતીમાં ગુરૂ પૂજન અને સત્સંગ તથા આરતી કરવામાં આવી હતી. આ તકે શાસ્ત્રી પૂ.રાધારમણસ્વામી એ હરિભકતોને શુભાશીર્વાદ પાઠવ્યા હતાં.

(11:54 am IST)