Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

તાલાલાગીરમાં શ્રી બરમેશ્વર મહાદેવ મંદિર, શ્રી ઉદાસીન આશ્રમ ખાતે 'ૐ નમઃશિવાય'ની અખંડ ધૂનનો ૩૭માં વર્ષમાં પ્રવેશ

 

વાંકાનેર, તા.૨૭: તાલાલાગીરમાં આવેલ સુપ્રસિદ્ઘ ધાર્મિક સ્થળ શ્રી બરમેશ્વ્રર મહાદેવ મંદિર, શ્રી ઉદાસીન આશ્રમ, મોટા હનુમાન ખાતે આ જગ્યાના બ્રહ્મલીન મહંત પૂજય સદગુરૂદેવશ્રી સોબરનદાસબાપૂએ શ્રી બરમેશ્વ્રર મહાદેવ મંદિર ખાતે એવમ્ વિશ્વ કલ્યાણઅર્થે શ્રી બરમેશ્વ્રર મહાદેવદાદા ની અસીમ કૃપાથી આ તપોભૂમિમાં શ્રાવણ માસ આખો અંખડ 'ઁ નમઃ શિવાયઃ ( પંચાક્ષ મંત્ર)ની ધૂન શરૂ કરાવેલ હતી જ અંખડ ધૂન આજે (૩૬ વર્ષ) થી શ્રાવણ માસમાં થાય છે જ આખો માસ ચોવીસ કલાક સહું સાધક, ભાવિક, ભકતજનો શ્રદ્ઘાપૂર્વક ઁ નમઃ શિવાય ધૂનનું ગાન કરીને ધન્યતા અનુભવે છે આ અંખડ ધૂનમાં તાલાલા 'હરી હર ગ્રુપ'  સહુ ભાવિક, ભકતજનો તેમજ બરમેશ્વ્રર મહિલા ધૂન મંડળ ના બહેનો પણ લાભ લ્યે છે, તાલાલા શહેરના ભકતજનો આ ઉપરાંત તાલાલાની આજુબાજુના ગામડામાંથી દરરોજ ધૂન મંડળ આવે છે , આખો શ્રાવણ માસ ભકિતમય ના દિવ્ય માહોલ વચ્ચે સંગીત ના સૂરો સાથે સૌ ભાવિકો ધૂનનું ગાન કરે છે જ અંખડ ધૂનનો આ વર્ષ (૩૭માં વર્ષમાં શુભ પ્રારંભ થશે) આજે પૂજય સદગુરૂદેવશ્રી સોબરનદાસબાપૂની અસીમ કૃપાથી આજે અવિરત ધૂન ચાલી રહેલ છે, હાલના મહંત શ્રી ગણેશદાસજી મહારાજશ્રી ના માર્ગદર્શન હેઠળ સેવાના કાર્યો થઈ રહયા છે, તાલાલાના શ્રી ઉદાસીન આશ્રમમાં પૂજય સદગુરૂદેવશ્રી સોબરનદાસબાપૂએ આ જગ્યામાં ખુબ જ ભજન તપસ્યા કરેલ હતી, તેવો જઙ્ખ કોઈ દર્શને આવે તેમને 'હરી હર ' કહેતા હતા, આ જગ્યામાં પણ પ્રાતઃ સ્મરણીય પૂજયપાદશ્રી ભોલેબાબાજી અવાર નવાર પધારતા હતા જેમણે પણ પૂજય સંતશ્રી સોબરનદાસબાપૂ સાથે અપાર સ્નેહભાવ હતો, ગીર પંથકમાં પૂજય ભોલેબાબાજી આવે ત્યારે તાલાલા જરૂર આવતા હતા, આજે તાલાલાના શ્રી બરમેશ્વ્રર મહાદેવ મંદિર જ 'સફટીગ લીગ'નું શિવાલય છે સફટીગ લીગ જ સ્વંયમ સિદ્ઘ કહેવાય, તાલાલામાં આવેલ શ્રી ઉદાસીન આશ્રમમાં ભવ્ય શિવાલય  શ્રી બરમેશ્વ્રર મહાદેવદાદાનું મંદિર  તેમજ મોટા હનુમાન મંદિર, સૂર્યમુખી હનુમાનજી, ઉદાસીન આચાર્યદેવશ્રી ૧૧૦૮ જગતગુરૂશ્રી ભગવાન, આઇશ્રી ખોડિયાર માતાજી, શ્રી શીતળા માતાજી, શ્રી સતોશી માતાજી, શ્રી શનિદેવ વગેરે ના મંદિરો આવેલા છે તેમજ ગૌશાળા આવેલી છે, ભવ્ય સતસંગ હોલમાં શ્રાવણ માસ આખો ધૂન ગવાય છે તેમજ બ્રહ્મલીન પૂજય સદગુરૂદેવશ્રી સોબરનદાસબાપૂનું દિવ્ય મંદિર આવેલું છે, અંખડ ધૂન અષાડ વદ અમાસના રોજ સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શરૂ કરવામાં આવશે જ ધૂનની પુર્ણાહુતી શ્રાવણમાસના અમાસ ના સાંજે પુર્ણાહુતી થશે તેમ હરી હર ગ્રુપ તાલાલા  વતી સોમનાથ સિંહ, ભુપતભાઈ વાઘેલા અને હિતેશ રાચ્છની યાદીમાં જણાવાયું છે.

(11:52 am IST)