Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

લોધીકા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતા સ્ટાફથી ભારે હાલાકી

 

(સલીમ વલોરા દ્વારા) લોધીકા,તા. ૨૭: લોધીકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતા સ્ટાફ થી દર્દીને પડતી હાલાકી લોધિકા તાલુકા કક્ષાના એક માત્ર એટલે લોધીકા સામૂહિક આરોગ્ય કેન્દ્ર આરોગ્ય કેન્દ્રમાં ઘણા સમયથી ડોકટર સહીત સ્ટાફની ઘટને લઈ દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પગલા લેવામાં આવતા નથી આ અંગે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ઘેટીયા સાંગણવાના સામાજિક કાર્યકર્તા ચંદ્રસિંહ જાડેજા તેમજ અંબા ભાઈ રાખૈયા તેમજ કોઠા પીપળીયાના સામાજિક કાર્યકર્તા ગૌરવ હંસોરા તેમજ ચાંદલીના સામાજિક કાર્યકર્તા જીતેન્દ્રસિંહ જાડેજા સહિતની રજૂઆત મુજબ લોધીકામાં આવેલ તાલુકા કક્ષાના એકમાત્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઘણા લાંબા સમયથી એમ .એસ. સર્જન ની જગ્યા ખાલી છે લોધીકા થી સ્ટેટ હાઈવે આવેલો હોય તથા મેટોડાથી શાપરને જોડતો માર્ગ પણ અહીંથી પસાર થતો હોય અવાર નવાર નાના મોટા અકસ્માત થાય છે. જયારે અહીં સારવારમાં આવતા દર્દીઓને એમ.એસ.સર્જનની જગ્યા ખાલી હોય ત્યારે મુશ્કેલી લોકોને ભોગવવી પડે છે અને ના છૂટકે દર્દીને સારવાર માટે શહેરમાં લઈ જવા લઈ જવા પડે છે ત્યારે ઘણે વખત દર્દીના જીવ પણ જોખમમાં મુકાઈ છે તેવી રીતે લોધીકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમા આંખના ડોકટરની જગ્યા પણ ઘણા સમયથી ખાલી છે આંખની સારવાર માટે આવતા દર્દીઓ સારવાર લઈ શકતા નથી અને ના છૂટકે શહેરમાં સારવાર માટે જવું પડે છે તે જ રીતે એકસરે ટેકનીશયન સહીત સ્ટાફને અવાર નવાર ડેપ્યુટેશન પર મુકવામાં આવતા હોય છે ત્યારે દર્દીને મુશ્કેલી પડે છે ત્યારે ઉકત પ્રશ્નો પુરતો સ્ટાફ ફાળવવા પત્રના અંતમા અવર નવાર રજુઆત કરવા છતા તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવતા નથી.

(11:49 am IST)