Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

૬૬ બોટલ દારૂ લઇને કારમાં નિકળેલા પોરબંદરના ત્રણ શખ્સોને કોડીનાર પોલીસે ઝડપી લીધા

 

સોમનાથ, તા., ૨૬: જુનાગઢ રેન્જ આઇજીપી મનીન્દર પ્રતાપસિંહ પવાર ગીર-સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મદદનીશ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા પ્રોહીબીશનની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ થયેલ કાર્યવાહી મુજબ.

પો.સબ ઇન્સ. જે.આર.ડાંગર તથા વેલણ ઓપી ઇન્ચાર્જ પો. હેડ કોન્સ. પી.બી.ભેડા તથા પો.કોન્સ. દિવ્યેશકુમાર ગોપાલભાઇ તથા પ્રવિણસિંહ નારણભાઇ તથા દિનેશકુમાર મનુભાઇ તથા દિનેશભાઇ કાનાભાઇ તથા નંદીશસિંહ જેસીંગભાઇ તથા નીતીનભાઇ હરીભાઇ તથા સર્વેલન્સ સ્કોડ ઇન્ચાર્જ એ.એસ.આઇ વી.વી.પરમાર તથા પો.હેડ કોન્સ. વિપુલભાઇ હમીરભાઇ તથા રમેશભાઇ ભીમાભાઇ એ રીતના પો.સ્ટાફ વેલણ ઓપી વિસ્તારના ગામડાઓમાં પ્રોહી અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન હકીકત મળેલ કે ડોળાસા તરફથી એક ઇસમ ઓરેજ કલરની સ્વીફટ કારમાં વિદેશી દારૂ લઇને આવે છે. જેથી વોચમાં રહેલ હોય જે દરમ્યાન કાર આવતા તેને રોકી ચેક કરતા કારનો ચાલક (૧) નગાભાઇ મુંજાભાઇ કુછડીયા (ઉ.વ.૪૧) ધંધો ડ્રાઇવીંગ રહે. સીકાસા પાછળની સીટ ઉપર ઇસમ (શ્રા નિલેષભાઇ મેરામણભાઇ કુછડીયા (ઉ.વ.ર૧) ધંધો ખેતી રહે. સીકાસા પાછળની સીટ ઉપર ઇસમ (૩) કરણભાઇ સામતભાઇ કારાવદર (ઉ.વ.ર૭) ધંધો પ્રા. નોકરી રહે. પોરબંદર ઠે.વાઘેશ્વર પ્લોટ વાળાઓ હોય તથા કારમાંથી વિદેશી દારૂની બોટલો (૧) બર્કાડી લેમન સુપર પ્રીમીયમ રમ ૭પ૦ મીલીની કંપની શીલપેક બોટલ નંગ ૧૬ તથા (ર) રોયલ ચેલેન્જ વ્હિસ્કી ૭પ૦ મીલીની કંપની શીલપેક બોટલો નંગ પ તથા (૩) રોયલ સ્ટેગ વ્હિસ્કી ૭પ૦ મીલીની કંપની શીલપેક બોટલો નંગ ર૩ તથા (૪) મેજીક પોમેન્ટ ૭પ૦ મીલીની કંપની શીલપેક બોટલ નંગ ૧ તથા (પ) સિગ્નેચર વ્હિસ્કી ર લીટર કંપની શીલપેક બોટલ નંગ ૧ તથા (૬) હેવર્ડ ફાઇવ થાઉઝન્ડ સુપર સ્ટ્રોંગ બીયર પ૦૦ મીલીની કંપની શીલપેક ટીન નંગ ર૦ મળી અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલો નંગ ૬૬ સ્વીફટ કાર જેના રજી. નં. જીજે ૧૮ એસી પ૭૯૩ જેની કિં. રૂ. રપ૦૦૦૦ તથા સહીત કુલ કિ. રૂ. ર૭પ૧૩૦ નો મુદામાલ રાખી એકબીજાની મદદગારી કરી હેરાફેરી કરી પકડાઇ જઇ ગુન્હો કરેલ હોય ત્રણે આરોપી  વિરૂધ્ધ કોડીનાર પો.સ્ટે.માં પ્રોહી ક. ૬પ (ઇ), ૮૧,૯૮ (ર), ૯૯ વિ.મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. વધુ તપાસ કોડીનાર પોલીસ ચલાવી રહી છે.

(11:47 am IST)