Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

સૌરાષ્ટ્રમાં કપાસ-મગફળી લગોલગ : ૧૫-૧૫ હજાર હેકટરમાં વાવણી

બારીશ સે હી ખેતી હો પાતી હૈ, કિસાનો કે હોઠો પે મુશ્કાન લાતી હૈ, બારીશ જબ આતી હૈ, ઢેરો ખુશીયા લાતી હૈ... : હાલના વરસાદથી ખેડૂતો ખુશ : મગફળીનું સૌથી વધુ વાવેતર રાજકોટ જિલ્લામાં રાજ્યમાં કુલ વાવેતર ૭૫.૮૦ ટકા

 

રાજકોટ,તા. ૨૭: સૌરાષ્ટ્રમાં ચોમાસુ બરાબર જામી ગયું છે. છેલ્લા ૩ દિવસમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે. મોટા ભાગના વિસ્તારોમાં વાવેેતર પર કાચુ સોનુ વરસ્યુ છે. સૌરાષ્ટ્રમાં ચોમાસુ પાક તરીકે મુખ્યત્વે કપાસ અને મગફળી મુખ્ય છે. ગઇ કાલ સાંજ સુધીના સતાવાર આંકડા મુજબ સૌરાષ્ટ્રમાં આ બન્ને પાકના વાવેતરના આંકડા લગોલગ છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૧૫,૨૩૯ હેકટરમાં મગફળી અને ૧૫,૨૫૦ હેકટરમાં કપાસની વાવણી થઇ છે.

સૌરાષ્ટ્રમાં મગફળીનું સૌથી વધુ ૨૭૧૦ હેકટરમાં વાવેતર રાજકોટ જિલ્લામાં થયું છે. સૌથી ઓછુ ૨૧૩ હેકટરમાં વાવેતર બોટાદ જિલ્લામાં થયું છે. સૌરાષ્ટ્રમાં કપાસનું સૌથી વધુ ૩૧૬૪ હેકટરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અને સૌથી ઓછુ ૧૧૧ હેકટરમાં ગિર સોમનાથ જિલ્લામાં વાવેતર થયું છે. ગયા વર્ષે કપાસ અને મગફળીના સારા ભાવ મળતા ખેડૂતોમાં બન્ને પાકનું આકર્ષક રહ્યું છે.

રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર પૈકી ૬૪,૮૪,૭૭૯ હેકટરમાં વાવેતર થયું છે. તે ટકાવારીની દ્રષ્ટિએ ૭૫.૮૦ ટકા છે. ગયા વર્ષે કરતા થોડુ વધારે છે. આખા રાજ્યના આંકડા ધ્યાને લેતા કુલ વાવેતર વિસ્તારની સરખામણીએ મગફળીનું વાવેતર ૧૧૦.૨૧ ટકા અને કપાસનું વાવેતર ૮૫.૨૭ ટકા થયું છે. સૌથી સોયાબીનનું ૧૬૮ ટકા વાવેતર છે. હજુ અમુક વિસ્તારોમાં વાવણી થવાની શકયતા છે.

કયા જિલ્લામાં કેટલા હેકટરમાં વાવણી ?

ક્રમ       જિલ્લો         મગફળી   કપાસ

         સુરેન્દ્રનગર    ૦૫૦૭    ૩૧૬૪

         રાજકોટ      ૨૭૧૦    ૧૯૭૨

         જામનગર     ૧૮૨૨    ૧૨૪૨

         પોરબંદર      ૦૬૪૧    ૦૦૩૭

         જૂનાગઢ       ૨૨૩૯    ૦૩૨૫

         અમરેલી       ૧૯૯૮    ૩૦૧૮

         ભાવનગર     ૧૧૭૦    ૨૨૧૦

         મોરબી        ૦૭૮૮    ૧૭૪૮

         બોટાદ        ૦૨૧૩    ૧૩૮૧

૧૦       સોમનાથ      ૦૮૭૯    ૦૧૧૧

૧૧       દ્વારકા         ૨૧૭૪    ૦૦૪૧

(11:46 am IST)