Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

જામકંડોરણાના દૂધીવદર પાટીયા પાસે અકસ્માતમા માતા-પિતા-પુત્રના મોત

ગોંડલના ચરખડીનું દંપતિ ૮ મહિનાના પુત્ર સાથે બાઇકમાં જતા હતા ત્યારે કારે હડફેટે લેતા દુર્ઘટના

 

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ર૭ :.. જામકંડોરણા તાલુકાના દૂધીવદરના પાટીયા પાસે કારે બાઇકને હડફેટે લેતા ગોંડલ તાલુકાના ચરખડીના માતા-પિતા અને ૮ મહિનાના માસુમ પુત્રનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ જામકંડોરણા તાલુકાના દૂધીવદરના પાટીયા પાસે ગઇ રાત્રે ગોંડલ તાલુકાના ચરખડી ગામમાં રહેતા દિપકભાઇ કેશવલભાઇ સોલંકી ઉ.૩૦ તેમના ધર્મપત્ની દક્ષાબેન દિપક સોલંકી તેમનો પુત્ર રોનક દિપક સોલંકી ૮ માસ વાળા બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે દૂધીવદરના પાટીયા પાસે કારે બાઇકને જોરદાર રીતે ઉડાડતા બાઇક ચાલક પતિ-પત્ની અને બાળકના ઘટના સ્થળે કરૂણ મોત થયેલ અને બાઇકમાં આગ લાગી ગયેલ આ ઘટનાની જાણ થતા જામકંડોરણાના પીએસઆઇ જે. યુ. ગોહીલ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રોડ પરના ટ્રાફીક ખુલ્લો કરેલ આ બનાવ અંગે પીએસઆઇ ગોહીલ તપાસ ચલાવી રહેલ છે.

(11:10 am IST)