Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

મોરબીના જીકીયારી ગામ નજીક આવેલ ધોડાધ્રોઈ ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો

મોરબી અને માળીયા તાલુકાના ગામોને એલર્ટ કરાયા : નદીના પટમાં નહીં જવા સૂચના

મોરબી તાલુકાના જીકીયારી ગામ નજીક આવેલ ધોડાધ્રોઈ ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો હોય અને ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવે તેમ હોવાનું ડેમ અધિકારીએ જણાવ્યું છે હાલ ડેમમાં ૯૭૦ ક્યુસેક પ્રવાહની આવક છે જેથી મોરબી તાલુકાના ચકમપર, જીકીયારી, જીવાપર અને જેતપર તેમજ માળિયા તાલુકાના સુલતાનપુર, માણાબા, ચીખલી અને શાપર ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે જે ગ્રામજનોએ નદીના પટમાં નહિ જવા પણ જણાવ્યું છે

(10:45 am IST)