Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ગોંડલ ડિવીઝન પોસ્‍ટલ એમ્‍પ્‍લો. યુનિયનનું દ્વિ-વાર્ષિક અધિવેશન

ગોંડલ :ઓલ ઇન્‍ડિયા પોસ્‍ટલ એમ્‍પ્‍લોયીઝ યુનિયન, ગોંડલ ડીવીઝન નું સંયુક્‍ત દ્વિ-વાર્ષિક અધિવેશન  ગોંડલ ખાતે યોજાયું હતું. જેમાં યુનિયનની વર્ષ ૨૦૨૧-૨૩ ટર્મ માટે નવી કમિટીની રચના કરાઈ હતી તેમજ નિવૃત થયેલ કર્મચારીઓને ગોંડલ હેડ ઓફીસ સ્‍ટાફ દ્વારા સન્‍માનિત કરાયા હતા. કાર્યક્રમમા જયોતિરાદિત્‍યસિંહ જાડેજા તેમજ રાજદીપસિંહ જાડેજા (રીબડા) હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે હરેશભાઈ સાટોડિયા, મોહસીનભાઇ સપ્‍પા, હાર્દિકભાઈ શેખડા, મહેશભાઈ રાજયગુરુ, પંકજભાઈ જોટંગીયા, અજયભાઈ મેહતા, દેવમુરારીભાઈ, સી.ડી.રાયચુરા, રમેશભાઈ મારું, હનીફભાઈ કારવત, જેન્‍તીભાઈ કથીરિયા, બાવનીયાભાઈ, જલુભાઇ, અશ્વિનભાઈ વરૂ વગેરેએ જહેમત ઉઠાવી હતી. અધિવેશન યોજાયું તે તસ્‍વીર.

(10:33 am IST)