Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

બગસરામાં વેપારીઓ માટે વેકસીન કેમ્‍પ

 બગસરા :સરકારના આદેશ અનુસાર વેપારીઓ તથા દુકાનદારો માટે વેક્‍સિનેશન કેમ્‍પ યોજાયો હતો.સરકાર ના આદેશ અનુસાર જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા ની સૂચનાથી ભાજપના કાર્યકરો દ્વારા વેક્‍સિનેશન કેમ્‍પ યોજવામાં આવ્‍યો હતો.જેમાં ધારી બગસરા વિસ્‍તારના ધારાસભ્‍ય જેવી કાકડિયા તથા બગસરા ના સદસ્‍ય સહિતના ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ધારાસભ્‍ય જેવી કાકડિયાના હસ્‍તે દિપ પ્રાગટ્‍ય કરી કેમ્‍પ ખુલ્લો મુકાયો હતો આ વેક્‍સિનેશન કેમ્‍પમાં બગસરાના વેપારીઓ તથા દુકાનદારો નાના મજૂરી કામ કરતા લોકોએ આ વેક્‍સિનેશન કેમ્‍પનો લાભ લીધો હતો. કેમ્‍પ યોજાયો તે તસ્‍વીર.

(10:33 am IST)