Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

એરંડાની ખરીદીમાં કચ્છના ખેડૂતોની ટોપી ફેરવનાર શૈલેષ નાકરાણી સામે વધુ ૨ કરોડની ઠગાઇની ફરિયાદ

પોલીસે બેંગ્લોરથી ઝડપ્યા બાદ ફરિયાદ માટે આગળ આવતા ખેડૂતો

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૭ : ઊંચા ભાવે એરંડા ખરીદી માલ હજમ કરી પૈસા ચૂકવવાના બદલે પાંચ કરોડથી વધુની ટોપી ફેરવનાર શૈલેષ નાકરાણી સામે વધુ ૨ કરોડની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે મંગવાણા ગામના શૈલેષને ચાર દિવસ પહેલાં બેંગ્લોરથી ઝડપી પાડયો હતો. તેની સામે વંગ ગામના ખેડૂતોએ ૧.૬૫ કરોડની અને નિરોણા ગામના ખેડૂતોએ ૩૪ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

(10:30 am IST)