Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

મંદિરની સેવામાં અડીખમ પોલિસ દળનો શ્વાન બાદલ

શ્વાન સુરક્ષા માટે સદાય સજજ રહે છે

અમદાવાદ,તા.૨૭ : ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા ભારત બાર જ્યોર્તિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર સુરક્ષા બેડામાં ગુજરાત ડોગ સ્કવોડ પોલિસ દળનો બાદલ શ્વાન મંદિર તથા યાત્રિકોની પવિત્ર શ્રાવણ માસમાં સુરક્ષા માટે સદાય જાગૃત-સજજ રહે છેતા.--૧૪ના રોજ જન્મેલ જર્મન સેર્ફડ ડોગ સ્ફોટક વિસ્ફોટ પદાર્થોને સુંઘવાની શક્તિને આધારે શોધી કાઢવામાં મહારથ ધરાવે છે. જેવુ સોમનાથ મંદિર ખુલે એટલે તુરત સુરેન્દ્રનગર જીલ્લાનો તાલીમ બદ્ધ શ્વાન પ્રથમ મંદિર પરિસરમાં જઈ સોમનાથ મંદિરના પ્રવેશ પગથીયાં પાસે તેની તાલીમી સોંપાયેલી ફરજનો પ્રારંભ કરે છે. ડોગ હેન્ડલર હેડ કોન્સ સુરેન્દ્રનગર રણજીતસિંહ ઝાલાના સુપરવીઝનમાં મંદિર પરિસરમાં આવેલ બગીચાઓ ડસ્ટબીનો અને અન્ય બાંધકામોના ખૂણે ખૂણે ફરી સુધી વિશ્વાસુ વફાદાર ફરજ બજાવે છે. તેમજ શંકાસ્પદ યાત્રિ લાગે તો નજીક જઈ સુંધે છે અને ચેકીંગમાં એક્સ્પોલોઝીવ પર્દાથ માલુમ પડે તો તે સતત પુંછડી હલાવે અને તે સ્થળે બેસી જાય જેથી આગળની તપાસ કાર્યવાહી ડોગ હેન્ડલર કે પોલિસ આગળ ધપાવે છે.

(10:08 pm IST)