Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ધોરાજી : માધ્યમિક શિક્ષણ સંઘના હોદેદારો દ્વારા પડતર માગણી મુદ્દે ધારાસભ્ય ને આવેદનપત્ર અપાયું.

ધોરાજી :- માધ્યમિક શિક્ષણ સંઘના ધોરાજી વિસ્તારના શિક્ષકો દ્વારા તેંમની પડતર માંગણીઓ સબબ ધોરાજી ના ધારાસભ્ય લલિત વસોયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
   આવેદનમાં જણાવેલકે પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવામાં આવે તેમજ ફાજલ અંગે રક્ષણ મળવા માટેની જૂની માંગણીઓ સરકાર સ્વીકારે અને સત્વરે ઘટતું કરે તેવી માંગ સાથે આવેદન અપાયું હતું

(7:19 pm IST)