Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં યથાવત્

રાજકોટ :રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે બપોરે પણ ઝાપટા  યથાવત રહ્યા છે.આજે બપોરના બે વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન બાબરા , રાજકોટ , ગારીયાધાર , જામનગર , લાલપુર , મોરબી મા ૧ મી.મી. થી લઈને ૬ મી.મી. સુધીના વરસાદી ઝાપટા વરસ્યા છે.

         રાજકોટમાં પણ બપોરથી વાદળછાયુ વાતાવરણ છે આવા વાતાવરણ વચ્ચે હળવા ભારે ઝાપટા વરસી જાય છે.

(4:34 pm IST)
  • મધ્યપ્રદેશના ચંદ્રનગર - પન્ના રોડ પાસે ભયંકર અકસ્માત : ૮ના મોત : ૩ મોટર સાયકલ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત access_time 5:31 pm IST

  • શનિ-રવિની રજામાં આખી કલેકટર કચેરી બેકટેરીયા મુકત કરાઇ : ખૂણે-ખૂણે સેનેટાઇઝરનો છંટકાવ : કલેકટર કચેરીના પ કર્મચારીને કોરોના આવ્યા બાદ શનિ-રવિની રજામાં નવી કલેકટર કચેરી આખી બેકટેરીયા મુકત કરાઇઃ કલેકટર-એડી. કલેકટરની હાજરીમાં ગ્રાઉન્ડ ફલોર સહિત તમામ માળ-બ્રાંચોમાં અને ખૂણે-ખૂણે સેનેટાઇઝરનો છંટકાવ : એન્ટ્રી પોઇન્ટ ઉપર થર્મલ ગનથી સતત ચેકીંગ ચાલુ : ટેમ્પરેચર જેમને આવ્યું હોય તેમને સીધા હોસ્પિટલ મોકલાશે. access_time 2:40 pm IST

  • દેશના દક્ષિણ રાજ્યોમાં કોરોનાનો વિસ્ફોટ : તામિલનાડુ, આંધ્રપ્રદેશ, અને કર્ણાટકમાં સતત વધતા કેસ, : તામિલનાડુમાં નવા 6993 કેસ સાથે કુલ કેસની સંખ્યા 2,20,716 થઇ : આંધ્રપ્રદેશમાં નવા 6051 કેસ અને કર્ણાટકમાં 5324 કેસ સાથે બંને રાજ્યોમાં કેસની સંખ્યા એક લાખને પાર પહોંચી : તેલંગાણામાં વધુ 1473 કેસ ; કેરળમાં પણ નવા 702 કેસ નોંધાયા access_time 9:10 pm IST