Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ખંભાળીયામાં સતત ત્રીજા દિવસે વરસાદ : બપોરે ૧ ઇંચ વરસ્યો

ખંભાળીયા, તા. ર૭ :  દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં આજે બપોરે ૧ ઇંચ વરસાદ પડ્યો છે.

આજે બપોરે ખંભાળિયામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો હતો.

બે દિવસ પૂર્વ ર ઇંચ વરસાદ બાદ આજે ફરી વરસાદ વરસ્યો છે. આજે બપોરેના સમયે એક ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. સવારથી જ ભારે બફારા બાદ વરસાદનું આગમન થયું હતું. વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે.

(4:19 pm IST)
  • સપ્ટેમ્બરમાં ગુજરાતની ૮ બેઠકો માટે યોજાઈ શકે છે પેટાચૂંટણી : ઉમેદવારોના નામ નક્કી કરવા ભાજપની ઉચ્ચ સ્તરીય બેઠક : કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યને મળી શકે છે ભાજપની ટીકીટ access_time 5:34 pm IST

  • રાજસ્થાનમાં રાજકીય ધમાસાણ વચ્ચે નવો વળાંક : બીએસપીએ પોતાના છ ધારાસભ્યોને આપ્યો વહીપ : અવિશ્વાસ પ્રસ્તાવ આવે તો તે કોંગ્રેસ સામે પોતાનો વોટ આપે. : અશોક ગેહલોટની વધશે મુશ્કેલી : બીએસપી એક રાષ્ટ્રીય પાર્ટી છે અને દસમી અનુસૂચીત અંતર્ગત કોઈ રાજ્યમાં આખી પાર્ટીનો વિલય અસંવૈધાનિક છે: ધારાસભ્યો વહિપનો અનાદર કરશે તો કાયદા હેઠળ કાર્યવાહીની ચીમકી access_time 12:43 am IST

  • જામનગર: બોગસ ડોકટર ઝડપાયો : દરેડમાં દિપાલી ક્લિનિકમાં SOGએ ઝડપ્યો બોગસ ડોકટર: કોરોનાના કહેર વચ્ચે ડીગ્રી વગર દવા આપતા બોગસ ડોકટર ઝડપાતા ચકચાર : એલોપથી દવાઓ,ઇન્જેક્શન, ગ્લુકોઝના બાટલા સહિતનો જથ્થો કબજે કરાયો: તબીબી ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો બોગસ ડોકટર access_time 12:17 am IST