Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

જેતપુરમાં ભાણેજને શોધવા ગયેલ મામા ઉપર તલવાર-પાઇપ વડે હુમલો

જેતપુર તા.ર૭ : શહેરના દેરડીધાર આવાસ યોજનામાં રહેતા અંજુભાઇ કાસમભાઇ ચૌહાણ તેની બાજુમાં રહેતા તેમના બહેન અમીનાબેનનો પુત્ર માનશીક બિમાર હોય તોફાન કરતો હોય તેને સમજાવવા અંજુમભાઇ તથા તેનો ભાઇ સીકંદર બન્ને સમજાવવા ગયેલ બાદમાં ફિરોઝ ગુસ્સો કરી ઘેરથી નાશી ગયેલ હોય તેને શોધવા બન્ને ભાઇઓ એકટીવા લઇ જતા હતા ત્યારે ફિરોજનો મીત્ર મહમદ ફકીર વચ્ચે પડી તમે ફીરોઝને કેમ હરાન કરો છો તેમ કહી ઉશ્કેરાય જઇ મહંમદ ફકીર, સીદીક, સાહીદ ઉર્ફે સાયલો ત્રણે તલવાર, લોખંડનો પાઇપ વડે હુમલો કરી ગાળો આપી નાશી છુટેલ  અંજુમભાઇને તલવારના ઘાથી ઇજા થતા સારવાર અર્થે સહકારી હોસ્પીટલમા ખસેડેલ જયાં તેની ફરીયાદ પરથી ત્રણેય શખ્સો વિરૂદ્ધ આઇપીસી ૩ર૩, ૩ર૪, ર૯૪ (બ) ૧૧૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

નવાગઢમાં જુગાર રમતા  ર ઝડપાયા

નવાગઢ સરકારપુર રોડ ઉપર પસાર થતા જાહેરમાં જુગાર રમતા હોય પોલીસે રેઇ કરતા ૩ શખ્સો નાશી છુટેલ જયારે બે શખ્સો દિનેશ બચુભાઇ ગોહીલ (રહે. સરધારપુર રોડ) મુકેશ નારણભાઇ દોંગા (રહે. જાગૃતિપરા)ને રોકડ રૂપિયા ૧૦,૧૬૦ સાથે પકડી પાડેલ નાશી છુટેલ કિશોર રઘુભાઇ ખુંટ (રહે જાગૃતિપરા) દિનેશ મીસ્ત્રી (રહે. સરધારપુર દરવાજા) સુરેશ રાઠોડ (નવાગઢ ચંકિત) વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

સામાકાંઠા વિસ્તારમાં જુગાર રમતા ૪ ઝડપાયા

ભાદરના સામાકાંઠા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જુગાર અંગેની રેઇડ કરતા તીનપતિનો જુગાર રમતા અનીરૂદ્ધ સુમીતભાઇ વાળા, રોહીત વાલજીભાઇ મકવાણા, મહીપત રાઠોડભાઇ બોરીચા (રહે. તમામ ભાદરના સામા કાંઠા) ને રોકડ રૂ.૧૦,૧૭૦ સાથે પકડી કાર્યવાહી હાથ ધરેલ છે

(1:25 pm IST)