Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

જુનાગઢમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ કોરોના : વધુ એક તબીબ સંક્રમિત

કુલ ૧૬૮ કેસ એકટીવ, ૧પ દર્દી રાજકોટ ખાતે સારવારમાં

જુનાગઢ તા. ર૭ : જુનાગઢમાં એક ચાર્ટડ એકાઉન્ટન્ટ અને વધુ એક તબીબનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે.

જુનાગઢ જિલ્લામાં હજુ ૧૬૮ કેસ એકટીવ છે તેમાંથી ૧પ દર્દી રાજકોટ ખાતે સારવારમાં છે.

રવિવારે રજા રાખ્યા વગર કોરોનાએ જુનાગઢ શહેર-જીલ્લામાં પોતાની હાજરી પુરાવી હતી ગઇકાલે વધુ ર૦ કેસ સામે આવ્યા હતા અને બે દર્દીના મૃત્યુ થયા હતા.

નવા ર૦ કેસમાંથી ૧૮ કેસ જુનાગઢ શહેરમાં નોંધાયા છતા જેમાં સિવિલ હોસ્પિટલના કવાર્ટરમાં રહેતા એક તબીબ અને ટીંબાવાડી પાસે આવેલ મોતી પેલેસ ફલેટના રહેતા સીએ પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે.

ગઇકાલ સાંજ સુધીની સ્થિતિએ હજુ ૧૬૮ કેસ એકટીવ છે તેમાંથી ૮૪ દર્દી જુનાગઢ સિવિલમાં અને ૧પ પેશન્ટ રાજકોટ ખાતે સારવાર હેઠળ છે.

કુલ એકટીવ કેસના જુનાગઢ સીટીના ૧૦૧ કેસ છે.

રવિવારે વધુ ૩૯ કોરોના દર્દી સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

જુનાગઢ જિલ્લામાં ૩પ૦ કનેઇનમેન્ટ ઝોન છે જેમાં ૧૪ર૩ ધરોના પ૮૬૦ લોકોનો સમાવેશ થાય છે.

ગઇકાલે વધુ ર૭પ શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવામાં આવેલ જેના રિપોર્ટ આજે આવવાની શકયતા છે.

જુનાગઢ જિલ્લામાં કોરાનાનું સંકટ હળવુ થાય તે માટે હજુ પણ વધુ સાવચેતી રાખીને તંત્રને કોરોનાના સરકાર માટેના પગલામાં સહકાર આપવો જરૂરી છે.

(1:19 pm IST)