Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ખંભાળીયામાં ઘી ડેમ ઉપર લોકો ઉમટયાઃ સોશ્યલ ડિસ્ટન્સ-માસ્કના જાહેરનામાનો ભંગ

તસ્વીરમાં ઘી ડેમમાં ન્હાવા ઉમટેલા લોકો નજરે પડે છે. (તસ્વીર : કૌશલ સવજાણી ખંભાળીયા)

ખંભાળીયા તા. ર૭ :.. ખંભાળીયાનો ઘી ડેમ ઓવરફલો થઇ જતા અને રવિવારની રજા હોવાથી લોકો ઉમટી પડયા હતાં. અને જાહેરનામાનો ભંગ થયો હતો.

ખંભાળીયામાં કલેકટરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થયો છે. દ્વારકા જિલ્લાના તમામ ડેમ પર ર૩ ઓગસ્ટ સુધી અવર-જવર પર પ્રતિબંધ હોવા છતાં જાહેરનામાનો સીધો ભંગ કરી રહ્યા છે. જિલ્લામાં ગઇકાલે કુલ ૧૧ પોઝીટીવ કેસ નોંધાયા અને કોરોના પોઝીટીવનો આંક પપ સુધી પહોંચી ચુકયો છે. ત્યારે ખંભાળીયામાં આવેલ ઘી ડેમ પર લોકો ઉમટયા હતાં. ઘી ડેમ પર લોકોએ સામાજિક અંતર ભૂલ્યા સાથે જ માસ્ક પહેર્યા વગર જ જોવા મળ્યા હતાં.

ડેમ પર લોકો ન્હાવાનો મોજ માણવા જતાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાઇ શકે છે ત્યારે કોરોનાના કહેરની પરવાહ કર્યા વગર જ લોકો અને તંત્રની ભૂલ સામે આવી હતી. જિલ્લા કલેકટરનું જાહેરનામું છતાં લોકો ઘી ડેમ સુધી કઇ રીતે ન્હાવા પહોંચ્યા તે પણ એક મોટો સવાલ છે.

(1:17 pm IST)