Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

સુરેન્દ્રનગર જીલ્લામાં ૨૪ કલાકમાં વધુ ૬૧ પોઝીટીવ કેસ

ચોટીલા-થાનગઢ પંથકમાં લક્ષણ વગર સિરીયલ પોઝીટવ કેસની ચિંતા

વઢવાણ-ચોટીલા, તા.૨૭:સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાવાયરસ ના કેસો વધતા જઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ૨૪ કલાકમાં વધુ ૬૧ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે કોરોના ના બેકાબુ બન્યો હોય તેવું લાગી રહ્યું છે. જયારે બીજી તરફ જિલ્લામાં સતત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કોરોના સંક્રમણ ઝડપી ગતિએ ફેલાઈ રહ્યું છે ત્યારે કોરોનાવાયરસ ના અત્યાર સુધીના પોઝિટિવ કેસો ની સંખ્યા ૭૨૩ એ પહોંચવા પામી છે ત્યારે બીજી તરફ હાલમાં જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે આવેલ તમામ કોવિડ-૧૯ વોર્ડ ના તમામ ખાટલાઓ ભરાઈ ચૂકયા છે. અને હવે જો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો જિલ્લામાં હોમ આઇસોલેશન કરવાની નોબત ઊભી થવા પામી છે..

ચોટીલા થાનગઢમાં કોરોના પોઝિટિવ કેસો એકી સાથે વિસ્ફોટ રૂપી મોટી સંખ્યામાં આવતા બંન્ને તાલુકામાં લોકોમાં ફફડાટ સાથે ચર્ચા નો વિષય બનેલ છે.ઙ્ગ

છેલ્લા એક સપ્તાહમાં ચોટીલા શહેરમાં ૫ કેસ થાનગઢ શહેરમાં ૧૯ અને ચોટીલા ગ્રામ્યમાં ગઇ કાલે એકી સાથે ૧૮ પોઝિટિવ કેસો આવતા લોકોમાં કોરોના ને લઈને એક ભયનો માહોલ ફેલાયેલ છે.ઙ્ગ

ગ્રાઉન્ડ રીપોર્ટમાં મોટાભાગના દર્દીઓ સંપૂર્ણ નોર્મલ લાઇફ જીવતા છે કોઇ લક્ષણો નથી સામાન્ય શરદી ઉધરસ તાવ પણ નથી એટલે કે સીમટન્સ વગરનાં છે છતા સેમ્પલ રીપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે.ઙ્ગ

આરોગ્ય વિભાગ સ્થાનિક પ્રાત અધિકારી, મામલતદાર, તાલુકા પંચાયત, નગર પાલિકા પોલીસ સહિતનું તંત્ર અનેક પ્રકારની કામગીરી કરવામાં કામે લાગી ગયેલ છે.ઙ્ગ

થાનગઢ ખાતે આજે વધુ એક મહિલા જયોત્સનાબેન જે પરમારનો રીપોર્ટ પોઝિટિવ આવેલ છે તેમજ જીલ્લા આરોગ્ય અધિકારી કલેકટર કે. રાજેશ સહિતના અધિકારીઓ થાન શહેરની મુલાકાત લઇ સ્થાનિક સ્થિતિ નો અંદાજ મેળવેલ છે થાન પાલિકા દ્વારા ૨૮ લોકો ની ટીમ બનાવી વોર્ડ વાઇઝ તમામ ઘરોને સેનેટાઇઝર કરવાની કામગીરી હાથ ધરેલ છે. તેમજ દર્દીના દ્યર નજીકનો નિયમ મુજબ બફર કન્ટેન્મેન્ટ ઝોન કરી અવર જવર પ્રતિબંધ કરાયેલ છેઙ્ગ

ચોટીલા શહેરનાં પાચ દર્દીઓ પછી ગ્રામ્ય વિસ્તારોમાં પાચ ગામોમાં એક સાથે ૧૮ વ્યકિતઓ ને પોઝિટિવ રીપોર્ટ આવતા ગામડાઓમાં હાહાકાર જેવી સ્થિતિ ઉદભવેલ છે.ઙ્ગ

આજે ગામડાની રૂબરૂ કોવીડ પ્રભાવગ્રસ્ત દ્યરોની મુલાકાત ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણા, પ્રાત અધિકારી આર બી અંગારી મામલતદાર પી એલ ગોઠી, સહિતની ટીમો દોડી ગયેલ જેઓએ જે ગામોમાં કેસ છે તે વિસ્તારમાં સેનેટાઇઝર અને ઝોન નક્કી કરી અવર જવર બંધ કરાવેલ છે તેમજ જેઓને પોઝિટિવ આવેલ છે તેઓના બ્લડ સેમ્પલ લેવાની કામગીરી આરોગ્ય વિભાગે હાથ ધરેલ છે.ઙ્ગ

ગામડાઓમાં દર્દી પરિવારની મુલાકાત દરમિયાન જોવા મળેલ છે કે કોઇ લક્ષણો ન હોવા છતા પોઝિટિવ આવેલ છે તેવા લોકોને કોરોનાની કોઇ ગંભીરતાની ખબર નથી અપવાદ રૂપ એક બે ને બાદ કરતા તમામ પરિવારો તેમના કાયમી જનજીવન ની જેમ પરિવાર સાથે જોવા મળેલ છે તેમજ માસ્ક અંગે પણ ગંભીરતા જોવા નથી મળેલ જે બાબત ખરેખર ખતરાની દ્યંટડી સમાન ગણી શકાય છે.

(1:02 pm IST)