Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ઉપલેટાના મોજ ડેમે ૪ ઇંચ વરસાદ, વેણું-ર ડેમના ર પાટીયા ૧ ફુટ, મોજ ડેમના ર પાટીયા ર ફૂટ ખોલાયા

ઉપલેટા તા. ર૭ :.. ગઇકાલ સવારથી આજ સવારના ૬ વાગ્યા સુધીમાં ૪૮ મી. મી. વરસાદ પડતા રસ્તા પાણી પાણી થઇ ગયેલ હતાં. કુલ વરસાદ ૩૭૧ મી. મી. થયેલ છે. ઉપલેટા શહેરમાં વરાપ છે. તાલુકાના મોજ ડેમમાં પાણીની આવક થતા ર પાટીય ર ફુટ ખોલેલ છે. ડેમ ઉપર ૧૧૦ મી.મી. વરસાદ-નોંધાયેલ છે. મોસમનો કુલ વરસાદ ૭૦૦ મી. મી. થયેલ છે. વેણું -ર ડેમ રપ મી. મી. વરસાદ પડેલ છે. મોસમનો કુલ વરસાદ પપ૦ મી. મી. વરસાદ પડેલ છે તાલુકાના મોટા ભાગમાં વરાપ છે. જુગાર રમતા ૪ ની ધરપકડ અહીયા કારાનાલ પાસે આવેલ અર્જુન સોસાયટી પાસે જાહેરમાં જૂગાર રમતા રૂ. ૧૦રર૦ ની રોકડા સથે જેમાં (૧) હરસુખ વજુ ગજેરા (ર) રાજશી રામા રાવલીયા (૩) પ્રવિણ ભગવાનજી સેલારકા (૪) રામદે પુંજાઢોલ ધરપકડ કરેલ છે.

(11:47 am IST)