Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

૭પ હજારનું વ્યાજ ચડી જતા વ્યાજંકવાદીએ દબાણ કરતા

વાંકાનેરના કોળી યુવાનનો આપઘાત

 વાંકાનેર તા. ર૭ :.. વાંકાનેર જીનપરા વિસ્તારમાં વધુ એક યુવાન વ્યાજંકવાદનો ભોગ બનતા અરેરાટી ફેલાઇ છે.

વિગત મુજબ જીનપરામાં રહેતા જયેશભાઇ સોમાભાઇ બાવળીયા  કોળી (ઉ.વ.ર૦) એ પોતાના  ધંધા માટે દોઢ લાખ રૂપિયા વ્યાજંકવાદી પાસેથી મેળવેલ જેનું ૭પ,૦૦૦ જેટલું વ્યાજ ચઢી જતાં ગઇકાલે સાંજે વ્યાજંકવાદી સરફરાજ મકવાણા એ જયેશને પોતાના લોકો મારફત દબાણ કરતા જયેશે કહેલ કે 'હમણા ટૂંક સમયમાં જ આપી દઇશ' પરંતુ વ્યાજંકવાદી રાજકીય ઓથ ધરાવતા હોઇ તેને દબાવીને વ્યાાજંકવાદીઓ ગઇકાલે સાંજે જયેશને અન્ડરપ્રેસરમાં માનસિક દબાણમાં લાવી મરવા મજબૂર કરતા જયેશે ઝેરી દવા પી લેતા તેને પ્રથમ વાંકાનેર અને બાદમાં રાજકોટ સીવીલ હોસ્પીટલે સારવાર અર્થે લઇ જતા ગત મોડી રાત્રે તેનુ મરણ થતા પોલીસ અધિકારી એચ. એન. રાઠોડે લાશને સંભાળવાનું કહેતા તેના સામે સામાજીક આગેવાન જીજ્ઞાસાબેન મેરે જણાવેલ કે પ્રથમ ગુનો દાખલ કરો ત્યારબાદ જ લાશ સંભાળવામાં આવશે ત્યારે પોલીસ અધિકારીએ સીઆરપીસી ૧૭૪ મુજબ એન્ટ્રી કરી આ બનાવની તપાસ એચસીડી જાડેજાને સોંપાઇ છે. આ બનાવે જીનપરા વિસ્તારમાં વ્યાજંકવાદીઓ સામે રોષ જોવા મળે છે.

(11:47 am IST)