Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

જામકંડોરણા તાલુકામાં બે દિવસમાં નવા ચાર કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

જામકંડોરણા તા.ર૭ : તાલુકામાં શનિવારે અને રવિવારે એમ બે દિવસમાં નવા ચાર કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. શનિવારે તાલુકાના રાયડી ગામે રમેશભાઇ રાઘવભાઇ રાણપરીયા (ઉ.પ૩) અને મીરજ રમેશભાઇ રાણપરીયા(ઉ.ર૪) ના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા જયારે રવિવારે તાલુકાના બોરીયા ગામે અશ્વિનભઇ હીરાભાઇ કુંભાણી (ઉ.૩ર) અને જામકંડોરણામાં રાજુભાઇ વિનુભાઇ બાલધા (ઉ.૩૯) નો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે એમ તાલુકામાં છેલ્લા બે દિવસમાં ચાર કેસ કોરોના પોઝીટીવ નોંધાયા હતા આ પોઝીટીવ કેસ આવતા જામકંડોરણા આરોગ્ય તંત્રની ટીમે સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી. આ સાથે જામકંડોરણા તાલુકામાં અત્યાર સુધીમાં પોઝીટીવ કેસનો આંક ૩૭ પર પહોંચ્યો છે.

(11:46 am IST)