Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ગોંડલ સરકારી હોસ્પિટલને કોવિડ-૧૯ સેન્ટર બનાવવા માટે અધિકારીઓના આંટાફેરા

જીલ્લા પંચાયત હેલ્થ વિભાગના જવાબદાર અધિકારી સહીતની ટીમનો સર્વેઃ કોરોના સેન્ટરને લઇને લોકોમાં દહેશત

ગોંડલ,તા. ૨૭: ગોંડલ શહેરમાં દિનપ્રતિદિન વધતા જતા કોરોનાના કેસને લઇને શહેરીજનોમાં દહેશતનો માહોલ ઉભો થવા પામ્યો છે તો બીજી બાજુ ગોંડલ સરકારી હોસ્પિટલને કોરોના સેન્ટર બનાવવાનો જવાબદાર અધિકારીઓ દ્વારા હોસ્પિટલમાં સર્વે હાથ ધરવામાં આવતા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બનવા પામ્યું છે.

કોવિદ-૧૯ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવે તો ગોંડલ શહેર તેમજ તાલુકાને મળતી આરોગ્ય સુવિધાથી પણ વંચિત રહેવાની નોબત આવી પડે. લોકડાઉન દરમ્યાન ગોંડલ સરકારી હોસ્પિટલમાં ઓપીડી વિભાગમાં ચાર માસની અંદર ૫૭,૨૫૫ કેસો તપાસવામાં આવ્યા છે. ઇન્ડોર સારવાર ૧૦,૧૩૨, ડીલેવરી ૩૯૮ સીજેરીયન કેસ ૧૩૫ નાના મોટા ઓપરેશન ૫૦૩ લોકડાઉનમાં કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ગોંડલ શહેરમાં તેમજ પંથક હાઇવે ઉપર અકસ્માત થતા હોય તેવા દર્દીઓની સારવાર તાત્કાલીક થતી હોય છે. જો કોવિડ -૧૯ હોસ્પિટલ અહીંયા થાય તો ઉપરની મળતી તમામ સારવાર દર્દીઓને આપવામાં મુશ્કેલી ઉભી થવાની શકયતા નકારી શકાઇ નહીં જેથી જવાબદાર અધિકારીઓએ આ હોસ્પિટલને બાદ કરી અન્ય જગ્યા પસંદગી કરવી જરૂરી બની છે. 

હોસ્પિટલના જુદા જુદા વિભાગની જગ્યા અન્ય જગ્યાએ ફાળવવા ખાત્રી આપી હતી. જ્યારે ડો. ઉમેદ પટેલ અને ડો. એમ.એસ. અલીને પણ ઉપરોકત બાબતે સામાજીક કાર્યકર પ્રફુલભાઇ રાજ્યગુરૂએ વાકેફ કર્યા હતા.

જ્યારે કોરોના સંક્રમીત દર્દીઓને દાખલ કરવા માટે અલાયદી સુવિધાની જરૂરીયાત ઉભી થાય છે. આવા દર્દીઓની વાયરસ સંક્રમીત તીવ્ર હોય સામાન્ય ચુકથી પણ વાયરસ ફેલાઇ શકે જેથી ઉપરોકત તમામ સારવારને ધ્યાને રાખી જવાબદાર અધિકારીઓ હકારાત્મક નિર્ણય લે તે પણ જરૂરી બનવા પામ્યું છે.

(11:45 am IST)