Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

સામાજિક ન્યાય સમિતિ ચેરમેન બાલુ વિંઝુડાની ગ્રાન્ટમાંથી

મોટી પાનેલી : ઢાંકમાં પંદરલાખના મેડિકલ ઉપકરણનું લોકાર્પણ

આધુનિક સાધનો ઉપલબ્ધ થતા દર્દીઓને મળશે મોટી રાહત

મોટી પાનેલી,તા. ૨૭: ઉપલેટાના મોટી પાનેલી તેમજ ઢાંક આરોગ્ય કેન્દ્રમાં આધુનિક મેડિકલ ઉપકરણોનું લોકાર્પણ ધોરાજી ડેપ્યુટી કલેકટર જે કે પટેલના હસ્તે કરવામાં આવેલ. રાજકોટ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન શ્રી બાલુ વિંઝુડા ની ગ્રાન્ટ માંથી પોતાના કાર્યક્ષેત્ર પાનેલી તેમજ ઢાંક આરોગ્ય કેન્દ્ર માં અંદાજે પંદરલાખ ની કિંમત ના મેડિકલ ઉપકરણો જેમાં બ્લડમાં ઓકિસજન વધારવા માટે પ્લસ ઓકિસમીટર મશીન, ૩૬ થર્મલ ગન, ઇમર્જન્સી પેશન્ટ માટે મલ્ટીપારા મોનિટર મશીન, શ્વાસોશ્વાસ માટે મોબ્યુલાઇઝર મશીન ઓકિસજન સપ્લાય માટેનું મશીન તેમજ સેનેટાઇઝર સાથે હેન્ડ ગ્લોવઝ પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ કરાયેલ સાથે શેરી મહોલ્લા સેનેટાઇઝ માટે મેડિકલ સાધનોનું લોકાર્પણ કરવામાં આવેલ આધુનિક ઉપકરણો ઉપલબ્ધ થતા હવે દર્દીઓ ને મોટી રાહત મળશે અને ઉપલેટાના ધક્કા નહિ ખાવા પડે સાથેજ ઇમર્જન્સી સારવાર પણ મળી જશે જે મોટી ખુશીની વાત છેઙ્ગ અનાવરણ કાર્યક્રમમાં ચેરમેન શ્રી બાલુ વિંઝુડા, રાજકોટ ડેપ્યુટી કલેકટર જે કે પટેલ,ઙ્ગ સાથે ટી ડી ઓ ડઢાણીયા,ઙ્ગ પી એચ સી ના ડોકટર ભારાઈ, મંત્રી  વાળા,ઙ્ગ મંત્રી લાંગા,ઙ્ગ પી એચ સીના કર્મચારીઓઙ્ગ સાથેઙ્ગ સરપંચ  મનુભાઈ ભાલોડીયા ઉપસરપંચ  બધાભાઇ ભારાઈઙ્ગ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ માકડીયા તાલુકા ભાજપ મંત્રી  રસીકભાઇ, અશોકભાઈ પાંચાણી, બાબુભાઇ હુંબલ, જટુભા વાળા, હર્ષદસિંહ વાળાઙ્ગ સાથે બહોળી સંખ્યામાં ગામ આગેવાનો માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સની તકેદારી સાથે ઉપસ્થિત રહેલ

હજુ ચાર વીક સંક્રમણમાં વધારો થશે

'મેડિકલ અધિકારીઓ અને અમારા ઉચ્ચ અધિકારી સાથે થયેલ મિટિંગ માં જે તારણ સામે આવ્યું તેમાં હજુ ચાર વીક આપણા વિસ્તારમાં સંક્રમણમાં વધારો થશે તે દરમિયાન બને એટલા લોકોને સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ જાગૃત કરવા અને દર્દીઓ ને પૂરતી સુવિધા આપી સાજા કરવાની તકેદારી લેવી પડશે પછી અમદાવાદ અને બાકી શહેરો માં જેમ થયું છે હાર્ડ ઇમ્યુનીટીથી કોરોના ના કેશોમાં ઘટાડો થતો જશે' તેમ ડે.કલેકટર જે કે પટેલએ જણાવ્યું છે.

'કોરોનાના કેશ હવે ઝડપભેર ગ્રામ્ય વિસ્તાર માં પણ ફેલાઈ રહ્યા છે અને સરકાર શ્રી એ પણ ગાઈડ લાઈન આપી છે કે,ઙ્ગ જયાં સુધી સામાન્ય સારવાર ની જરૂર હોય ત્યાં સુધી દર્દીને હોસ્પિટલાઇઝ ના કરવા પરંતુ ગામડાના દર્દીને ઇમર્જન્સી જો કોઈ સારવાર ની જરૂર પડે તો તેમની પરિસ્થિતિ ગંભીર બને છે માટે એ વસ્તુ સ્થિતિને ધ્યાનમાં લઈને આપણા વિસ્તારના બે મોટા ગામો માં આ આધુનિક મેડિકલ ઉપકરણ ઉપલબ્ધ કરાવ્યા છે'તેમ આ તકે બાલુ વિંઝુડાએ જણાવેલ છે.(

(11:44 am IST)