Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

કોરોના કહેરઃ ગોંડલ પંથકમાં ૧૪ પોઝીટીવ કેસ નોંધાયાઃ સબજેલમાં ફરી ચાર કેસ

ગોંડલઃ તસ્વીરમાં દર્દીઓને સારવાર માટે ખસેડાયા તે નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી.ગોંડલ)

ગોંડલ તા.૨૭:ગોંડલમાં કોરોના એ ભરડો લીધો હોય તેમ આજે ચૌદ કેસ પોઝીટીવ નોંધાયા છે.જે પૈકી ચાર કેસ સબજેલ માં નોંધાયા છે.આજનાં બહાર આવેલ પોઝીટીવ કેસમાં કાંતિભાઇ ટપુભાઇ બોરસીયા ઉ.૬૨ કૃષ્ણ નગર,દિલીપભાઇ ગોકળદાસ રાજાણી ઉ.૭૩ શાસ્ત્રીનગર, મકસુદભાઇ યુનુસભાઇ માંડવીયા ઉ.૫૪ આંબલીશેરી,સબનાબેન મકસુદભાઇ માંડવીયા ઉ.૫૦ આંબલી શેરી,અબ્દુલભાઇ મકસુદભાઇ માંડવીયા ઉ.૨૫ આંબલી શેરી,શર્મિષ્ઠાબેન અંકુરભાઇ વૈષ્નાની ઉ.૨૯ રાજનગર,લખધીરસિહ પરબતસિહ જાડેજા ઉ.૬૩ સહજાનંદ નગર, વનિતાબેન દેવદાસભાઇ લુણાગરીયા ઉ.૭૫ ગાયત્રી નગર,જેન્તીભાઇ વિઠ્ઠલભાઈ ગોંડલીયા ઉ.૬૨ સુલતાનપુર,હંસાબેન પાનસુરીયા ઉ.૭૦ વેકરી ઉપરાંત ગોંડલ ની સબજેલ માં વિશાલ રમેશભાઈ બારન ઉ.૧૯,હેમંતભાઈ રણછોડભાઇ સોલંકી ઉ.૩૩,શાર્દુલભાઇ ધીરુભાઈ તલાવીયા ઉ.૩૯,ચુનીલાલ બિતાવિભાઇ માંડલ ઉ.૨૬,પોઝીટીવ બહાર આવતાં અને આ પહેલાં પાંચ કેસ નોંધાયા હોય ગોંડલ ની સબજેલ કોરોનાગ્રસ્ત બનવાં પામી છે.

(11:43 am IST)