Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

માળીયા મીંયાણા તાલુકા કોંગ્રેસના પ્રમુખ સહીત ૬૦ આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

મોરબી,તા.૨૭ : રાજયસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ આપેલા રાજીનામાં બાદ હવે આવનારી ધારાસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને બીજેપીનું ઓપરેશન કોંગ્રેસ આગળ વધતું હોય એમ એક પછી એક એવા ધારાસભા મત વિસ્તાર કે જયાંથી કોંગી ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે ત્યાંથી કોંગ્રેસની વર્તમાન ટીમને બીજેપીમાં ભેળવવા માટેના પ્રયાસો ચાલુ છે ત્યારે  માળીયા(મી.)માં કોંગ્રેસના સ્થાનીય આગેવાનો ભાજપમાં ભળતા રાજકીય જોડ-તોડ તેજ બની હોવાનું જાણકારો ચર્ચી રહ્યા છે.

માળીયા(મી.) તાલુકા કોંગ્રેસ પ્રમુખ આર.કે.પારેજીયા, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ વિક્રમસિંહ જાડેજા, માળીયા તાલુકા પંચાયતના ૨ સભ્યો સહીત કુલ ૬૦ આગેવાનોએ બીજેપીનો ખેસ ધારણ કર્યો હતો. આ તકે આઈ.કે. જાડેજા, સૌરભ પટેલ, મોહનભાઇ કુંડારીયા, મગનભાઈ વડાવીયા, રાઘવજીભાઈ ગડારા, મેઘજીભાઈ કંઝારીયા, બ્રિજેશ મેરજા, કાંતિ અમૃતિયા, પ્રદીપભાઈ વોરા, જયંતિ કવાડીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી કોંગ્રેસના ૬૦ આગેવાનોને કેશરિયો ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું હતું.

ભાજપના આ પ્રવેશોત્સવ પ્રસંગે બોલતા માળીયા તાલુકા કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું કે, બ્રિજેશ મેરજા જેવા વ્યકિતને પાર્ટીની આંતરિક ખેંચતાણના કારણે કોંગ્રેસ છોડવી પડી છે. અમો અગાઉ બ્રિજેશભાઈની સાથે હતા અને હજુ પણ સાથે જ રહીને સ્થાનિક સમસ્યાઓના સમાધાન માટે પ્રયત્નશીલ રહેવાના છીએ.

સૌરભ પટેલે આ તકે જણાવ્યું હતું કે, માળીયા(મી.)ના કોંગ્રસના મિત્રોને અમો બીજેપીમાં આવકારીએ છીએ અને મોરબી જિલ્લાના વિકાસ માટે અમારૂ મજબૂત થયેલું સંગઠન હવે પુરા જોશથી કાર્યરત રહેશે. માળીયા(મી.) તાલુકાના અનેક ગામોના સરપંચો પણ અત્યારે બીજેપીમાં જોડાયા હોવાથી હવે તાલુકામાં કોંગ્રેસનું પ્રાથમિક માળખું પડી ભાંગ્યું છે. આ તમામ ભાજપના સભ્યો હવે બ્રિજેશ મેરજાને જીતાડવા મહેનત કરશે એમ કહી મેરજાની દાવેદારીને કોઈ વાદ-વિવાદ વગર સર્વેનું સમર્થન છે તેનો ફરી એકવાર આડકતરો ઉલ્લેખ સૌરભ પટેલે કર્યો હતો.

બ્રિજેશ મેરજાએ આ તકે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે, મોરબી પાલિકામાં કોંગ્રસના શાસનમાં મોરબીમાં સ્વચ્છતા સહિતના પ્રશ્નો માટે કોંગ્રસ જવાબદાર છે, જો કે, નવ નિયુકત બીજેપી પ્રદેશ પ્રમુખ પાટીલની આગેવાનીમાં હવે સંગઠનને નવું જોશ અને તાકાત મળી છે ત્યારે કોઈ સ્થાનીય પ્રશ્નો ન રહે એ માટે ભાજપ હંમેશા પ્રયત્નશીલ રહેશે.

મેરજાની પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમને ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખને કોંગ્રેસના ગણાવી દીધા હતા. અને સોરી કહી ભૂલ સુધારી લીધી હતી.

(11:42 am IST)
  • રાજસ્થાનની રતનપુર બોર્ડર સીલ કરાઈ, રાજસ્થાનથી ગુજરાત તરફ અને ગુજરાતથી રાજસ્થાન તરફ જતા વાહનોને બોર્ડર પર રોકી દેવાયા, બોર્ડર સીલ કરતા વાહનચાલકો પારેશાન access_time 9:11 pm IST

  • ચીન હસ્તકના તિબેટમાં આવેલ ચેંગડુ એલચી કચેરી ખાલી કરી જતા અમેરીકનોઃ ચીનાઓ એકત્ર થયા : ચીન હસ્તકના તિબેટમાં આવેલા ચેંગડુ ખાતેની અમેરીકન એલચી કચેરીના સ્ટાફે ૭૨ કલાકમાં અલ્ટીમેટમ પુરૂ થતાવેંત એલચી કચેરી છોડી દીધી છે. અમેરીકાના ટેકસાસના હયુસ્ટન ખાતે ચીની એલચી કચેરી બંધ કરાવ્યાના પગલે ચીને ચેંગડુની અમેરીકી એલચી કચેરી બંધ કરાવી છે. ચીનાઓએ એલચી કચેરી બહાર એકત્ર થઇ તસ્વીરો, વિડીયો લીધી હતી ૩૫ વર્ષથી આ એલચી કચેરી તિબેટ સહિત પશ્ચિમ ચીન જોડે સંપર્ક રાખી રહેલ હતી. access_time 2:41 pm IST

  • UK માર્કેટમાંથી લુપીન, ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયાએ ડાયાબીટીસની ૯,૭૧,૦૦૦ બોટલ પાછી ખેંચી લીધી છે. access_time 9:34 pm IST