Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ પર છૂટેલ ખુન કેસનો નાસ્તો ફરતો આરોપી ભાવનગરમાં ઝડપાયો

ભાવનગર તા.૨૭ ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોડએ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.  વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં ગુન્હાના નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલ માંથી પેરોલ રજા ઉપર છુટેલ અને હાજર નહી થયેલ આરોપીને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.

સોનગઢ પો.સ્ટે.ના I-ગુ.ર.નં.-૨૭/૨૦૧૫ IPC કલમ-૩૦૨ વિ. મુજબના ગુનાના પાકા કેદી નંબર ૪૬૫૭૭ રવીભાઇ ભોપાભાઇ ખસીયા ઉ.વ.૨૫ રહે.સણોસરા ગામ તા.સિહોર,જી.ભાવનગર વાળાની વિરૂધ્ધમાં સને-૨૦૧૫ની સાલમાં પકા કામના કૈદી તરીકે રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવેલ હતો અને તે દરમ્યાન મજકુર આરોપીને હાલમાં કોરોના વાયરસની મહામારીના કારણે સરકારશ્રી તરફથી મને દીવસ ગઇ તા.૧૦/૦૪/૨૦૨૦ થી તા.૧૦/૦૬/૨૦૨૦ દીન-૬૦ ની રજા મંજુર કરેલી અને પેરોલ રજા ઉપર રાજકોટ મધ્યસ્થ જેલ માંથી મુકત કરવામાં આવેલ અને તા. ૧૦/૦૬/૨૦૨૦ ના રજા પુરી થયે જેલમાં પરત થવાનું હતું પરંતુ મજકુર આરોપી જેલમાં   હાજર થયેલ નહી અને ફરાર થઇ ગયેલ

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો ભાવનગરના વલ્લભીપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે રાજકોટ મધ્યસ્થ જેલનો પાકા કામનો  આરોપી રવીભાઇ ભોપાભાઇ ખસીયા ઉ.વ.૨૫ રહે.સણોસરા ગામ તા.સિહોર જી.ભાવનગર વાળો વલ્લભીપુર એસ.ટી બસ સ્ટેશન પાસે ઉભો હોવાની બાતમી મળતા જેથી એલ.સી.બી. સ્ટાફના માણસો વલ્લભીપુર એસ.ટી બસ સ્ટેશન જઇ મુજકર પેરોલ જંપ કરનાર પાકા કેદી નંબર ૪૬૫૭૭ રવીભાઇ ભોપાભાઇ ખસીયા ઉ.વ.૨૫ રહે.સણોસરા ગામ તા.સિહોર જી.ભાવનગર વાળાને પકડી લઇ તેની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં બાકી રહેલ સજા ભોગવવા માટે મોકલી આપેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા  તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ મહેન્દ્રભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ સાગરભાઇ જોગદીયા તથા પો.કો અરવીંદભાઇ બારૈયા તથા પરેલો ફર્લો સ્કોડ ના પો.કો ઇમ્તીયાઝભાઇ પઠાણ તથા પો.કો જયદીપસિંહ ગોહીલ તથા શકિતસિંહ સરવૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(11:36 am IST)
  • શનિ-રવિની રજામાં આખી કલેકટર કચેરી બેકટેરીયા મુકત કરાઇ : ખૂણે-ખૂણે સેનેટાઇઝરનો છંટકાવ : કલેકટર કચેરીના પ કર્મચારીને કોરોના આવ્યા બાદ શનિ-રવિની રજામાં નવી કલેકટર કચેરી આખી બેકટેરીયા મુકત કરાઇઃ કલેકટર-એડી. કલેકટરની હાજરીમાં ગ્રાઉન્ડ ફલોર સહિત તમામ માળ-બ્રાંચોમાં અને ખૂણે-ખૂણે સેનેટાઇઝરનો છંટકાવ : એન્ટ્રી પોઇન્ટ ઉપર થર્મલ ગનથી સતત ચેકીંગ ચાલુ : ટેમ્પરેચર જેમને આવ્યું હોય તેમને સીધા હોસ્પિટલ મોકલાશે. access_time 2:40 pm IST

  • ચીન હસ્તકના તિબેટમાં આવેલ ચેંગડુ એલચી કચેરી ખાલી કરી જતા અમેરીકનોઃ ચીનાઓ એકત્ર થયા : ચીન હસ્તકના તિબેટમાં આવેલા ચેંગડુ ખાતેની અમેરીકન એલચી કચેરીના સ્ટાફે ૭૨ કલાકમાં અલ્ટીમેટમ પુરૂ થતાવેંત એલચી કચેરી છોડી દીધી છે. અમેરીકાના ટેકસાસના હયુસ્ટન ખાતે ચીની એલચી કચેરી બંધ કરાવ્યાના પગલે ચીને ચેંગડુની અમેરીકી એલચી કચેરી બંધ કરાવી છે. ચીનાઓએ એલચી કચેરી બહાર એકત્ર થઇ તસ્વીરો, વિડીયો લીધી હતી ૩૫ વર્ષથી આ એલચી કચેરી તિબેટ સહિત પશ્ચિમ ચીન જોડે સંપર્ક રાખી રહેલ હતી. access_time 2:41 pm IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના વધુ છ કેસ પોઝીટીવ : દ્વારકા અને ભાણવડમાં ત્રણ-ત્રણ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 55 થઇ: આજે એક જ દિવસમાં છ માછીમારો સહીત 11 લોકોનો રિપોર્ટ પોઝિટિવ :લોકોમાં ભારે ફફડાટ : સાંજે ભાણવડના સઈ દેવરિયાની 9 વર્ષની બાળકી ,યુવતી અને વૃદ્ધાને કોરોના વળગ્યો : દ્વારકાના ઓખા અને ઓખાના આરંભડા ગામમાં ત્રણ પુરુષનો રિપોર્ટ પોઝિટિવ : બહારથી માછીમારી કરવા આવતા લોકોને ક્વોરેન્ટાઇન access_time 9:59 pm IST