Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

રામપરા ગામે પીકઅપ વાહનમાં છૂપાવેલ દારૂ સાથે ત્રણ ઝડપાયા

ભાવનગર તા. ૨૭ : આર.સેલ,ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બારની સુચના મુજબ આધારે તળાજા પો.સ્ટે.ના સ્ટાફના માણસો સાંકડાસરનં-૧ ગામના પાટીયા પાસે વોચમાં હતા દરમ્યાન પીકઅપ વાહન આવતા જેને રોકવાની કોશીષ કરતા ચાલકે વાહન સાંકડાસર થી રામપરા જવાના કાચા રસ્તે નળમાં ચલાવી ભાગવાની કોશીષ કરતા જેનો પીછો કરીને રામપરા ગામ નજીક પકડી પાડી જે મીની અશોક લેલન્ડ પીકઅપ વાહન નંબર-GJ-04-AW-2482 માં છુપાવેલ વિદેશી દારૂની બોટલ નંગ-૨૯૮ કી.રૂ. ૮૯,૪૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કી.રૂ. ૮૦૦૦ પીકઅપ વાહન-૧ કી.રૂ. ૨,૦૦,૦૦૦ વિ. મળી કૂલ કી.રૂ. ૨,૯૭,૪૦૦ના મુદામાલ સાથે (૧) ધવલભાઇ ગજાનંદભાઇ બારૈયા ઉ.વ.૨૫ રહેવાસી-પીપરલા ગામ (૨) ગોપાલભાઇ સુખાભાઇ બારૈયા ઉ.વ.૨૭ રહેવાસી-સથરા ગામ, તા.તળાજા (૩) અમીત ઉર્ફે વેન્ચર મહેશભાઇ પરમાર ઉ.વ.૨૪ રહેવાસી-ઘર નંબર-૩/ઇ મેર રેસીડેન્ટ સીતારામ ચોક, ભાવનગર વાળા સહિતના વિરૂધ્ધ  ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં હેડકોન્સ. બાબાભાઇ આહીર તથા ત્રિભોવનભાઇ સોલંકી તથા અર્જુનસિંહ ગોહીલ તથા પો.કોન્સ. એઝાઝખાન પઠાણ તેમજ તળાજા પો.સ્ટે.નો સ્ટાફ જોડાયો હતો.(

(11:35 am IST)