Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

બંધીયા ગામે ફાર્મમાં હાઇપ્રોફાઇલ જુગાર ધામઃ ૯ વીઆઇપીઓ ઝડપાયા

રાજકોટના બે ઉપરાંત અન્ય ગામોના શખ્સો પકડાઇ ગયા

ધોરાજી,તા.૨૭:જામકંડોરણા તાલુકાના બંધીયા ગામે પ્રકાશ ફાર્મ હાઉસમાં હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું હતું. પીએસઆઇ જે યુ ગોહિલ ને મળેલ બાતમીના આધારે વીઆઈપી લોકો મોટો જુગાર રમતા હોવાથી રેડ કરતા નવ લોકોને જુગાર રમતા પોલીસે પકડી પાડયા હતા જેમાં ચાર લાખ ૭૫ હજાર બસો રોકડા ૩ વાહનો અને ૧૨ મોબાઇલ મળી કુલ રૂપિયા ૨૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો ૧. ઘનશ્યામસિંહ ઉર્ફે ઘનુભા દિલુભા જાડેજા દરબાર ઉંમર વર્ષ૩૪ રહે.વાણીયા શેરી જામ કંડોરણા ૨. રઘુવીરસિંહ ઉર્ફે દિપક સિંહ બહાદુરસિંહ જાડેજા દરબાર ઉ.વ.૪૩.રહે.ખરેડી તા.કાલાવડ(૩) ગોવિંદભાઈ મેરામણભાઇ ચાવડા આહીર ઉ.વ.૩૮ રહે બેરાજા તા. ખંભાળિયા (૪)હરેશભાઈ દેવકરણભાઈ રાજપરા જાતે પટેલ.ઉ.વ૩૯રહે. રાજકોટ રૈયા રોડ આલાપ ગ્રીન સીટી (૫) વરજાંગભાઇ ભુરાભાઈ છૈયા આહિર ઉ.વ૫૯ રહે. ભીંડોરા તા.માણાવદર (૬) વિપુલભાઈ જગદીશભાઈ થોરીયા પટેલ ઉ.વ.૩૪જીઈંચ.મોરબી અવનીપાર્ક કેનાલ પાસે.૭ તરુણભાઈ હંસરાજભાઈ ગામી પટેલ ઉ.વ.૪૦જીઈંચ. દ્વારા તા.મોરબી ૮ મીરલભાઇ રાદ્યભાઈ ડોડીયા રાજપુત ઉ.વ.૩૮જીઈંચ પડધરી મોટા રજપૂત પરા તા.પડધરી૯ અંકિતભાઈ દિનેશભાઈ ભાણવડીયા પટેલ (ઉ.વ૩૪)(રહે રાજકોટ ઈન્દિરા સર્કલ પાસે  પકડાઇ ગયા હતા.

ઘનશ્યામસિંહ જાડેજા નુ ફાર્મ હાઉસ છે આ બનાવ અંગે જામકંડોરણા પી.એસ.આઇ જે યુ ગોહિલ તપાસ ચલાવી રહેલ છે.(

(11:33 am IST)