Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

રાષ્ટ્રીય કરાટે સ્પર્ધામાં જામનગરના દૈવત રાવલ વિજેતા

જામનગર ૨૫: એસ.કે.પ્રોડકશન મુંબઈ દ્વારા લોકડાઉનના સમય દરમિયાન કિશ મોડલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતમાંથી ૭૫૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો.

જેમાં મૂળ જામનગરના વતની અને હાલ દાહોદમાં રહેતા દૈવત નિરવ રાવલ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો, સ્પર્ધાના અંતે દૈવત રાવલને કરાટે કીડ મોડેલ કેટગરીમા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

દૈવત જામનગરના વતની અને ન્યાયાધીકારી નિરવ રાવલના પુત્ર છે. દૈવત રાવલે બ્રહ્મસમાજ તથા જામનગરનુ ગૌરવ વધારેલ છે.

(11:32 am IST)