Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

હળવદના સુસવાવ ગામમાં એક જ સમાજના બે જૂથ સામ - સામે

હળવદ,તા.૨૭: તાલુકાના સુસવાવ ગામેઙ્ગ એક જ સમાજના બે જૂથ સામસામે આવી જતા બઘડાટી બોલી ગઈ હતી આ બબાલમાં કુલ છ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેઓને પ્રથમ સારવાર માટે હળવદ સરકારી દવાખાને ખાતે લાવવામાં આવ્યા હતા જોકે પાંચને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર અને મોરબી ખસેડવામાં આવ્યા છે બીજી તરફ પોલીસે પૂરતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.

વિગતો મુજબ જોત જોતામા બંને જૂથના લોકો મારામારી પર ઉતરી આવ્યા હતા  વધુ સારવાર માટે ત્રણને મોરબી અને બે ને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા છે હાલ પોલીસ દ્વારા બંને પક્ષની ફરિયાદ લેવાની પણ તજવીજ બીજી તરફ આ ઝઘડાનું મૂળ કારણઙ્ગ હાલ જાણવા મળ્યું નથી. ઈજાગ્રસ્તના  (૧) મધુબેન ડાયાભાઈ દલવાડી (૨)થોભણભાઈ રણછોડભાઈ દલવાડી (૩)ધનજીભાઈ સવજીભાઈ દલવાડી (૪)લક્ષ્મણભાઈ ગંગારામ ભાઈ દલવાડી (૫)જસુબેન લક્ષ્મણભાઈ દલવાડી (૬)હાર્દિકભાઈ લક્ષ્મણભાઈ દલવાડીનો સમાવેશ થાય છે

(11:32 am IST)