Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

મીઠાપુર ટાટા કેમીકલ કંપનીના મેનેજર બાદ તેના પત્નિનો રિપોર્ટ પણ પોઝિટીવ

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ગઇકાલે એક જ દિવસમાં ૧૧ કેસથી ચિંતા

મીઠાપુર, તા. ર૭ :  હાલમાં ઘણા લાંબા સમયથી કોરોના વાઇરસનો ખતરો આખા વિશ્વ પર તોળાઇ રહ્યો છે ત્યારે દરેક જીલ્લા અને રાજયો તેની હડફેટે છે પરંતુ અત્યાર સુધીમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોનાના ખુબ જ ઓછા કેસો નોંધાયા હતા ત્યારે ગઇકાલે અચાનક જ એક જ દિવસમાં જાણે રાફડો ફાટી નીકળ્યો હોય તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અધધધ ૧૧ કેસો નોંધાણા હોવાના અહેવાલો મળી રહ્યા છે. અને તેમાં પણ મીઠાપુર ટાાટ કેમિકલ્સના મેનેજર અજયભાઇ ભુષણભાઇ કોલ ઉ.પ૧ તેમના પત્ની મીનાક્ષીબેન કોલ ઉ.૪પ, ટાટા કમ્પનીના સીનીયર ઇન્જીનિયર હિતેશભાઇ ઇશ્વરલાલ વાયડા, આ ઉપરાંત સુરજકરાડી ખાતે બે કેસ, ઓખા બંદર વિસ્તાર તથા આખા જીલ્લામાં કુલ ૧૧ કેસો પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયું હતુ અને જયાં કોરોના કેસ હોય તે વિસ્તારને પ્રતિબંધિત કરી દેવાયો હતો.

અત્યાર સુધી સૌથી સેફ ગણાતા આ વિસ્તારમાં અચાનક જ એક જ દિવસમાં આવા કેસો ફાટી નીકળતા લોકોમાં ભારે ફફડાટ સાથે ભય પ્રસરી ગયો છે.

(11:09 am IST)