Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ભાવનગરમાં ૩૧ પોઝિટિવ કેસો : કુલ આંક ૧૨૦૦ને પાર

જિલ્લામાં નોંધાયેલા ૧,૨૦૪ કેસો પૈકી ૪૧૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર,તા.૨૭ :  ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૧ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૨૦૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૭ સ્ત્રી મળી કુલ ૧૭ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના ઉંડવી ગામ ખાતે ૧, ગારીયાધારના મોરબા ગામ ખાતે ૧, ગારીયાધારના સમઢીયાળા ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૧, ઘોઘ઼ાના કુડા ગામ ખાતે ૨, મહુવાના બોરડી ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, પાલીતાણાના દેદરડા ગામ ખાતે ૧, પાલીતાણાના જમણવાવ ગામ ખાતે ૧, તળાજાના ઘાટરવાળા ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૧ તથા ઉમરાળાના લીમડા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૪ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૫ અને તાલુકાઓના ૧૧ એમ કુલ ૩૬ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧,૨૦૪ કેસ પૈકી હાલ ૪૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૭૫૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામા ૨૩ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:07 am IST)