Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

પેમેન્‍ટ કરી દીધા પછી પણ કાકાજી સસરાએ જમીન નામે નહીં કરતા જામનગરમાં આઘેડ મહિલાનો આપઘાત

જામનગર, તા.૨૭: અહીં પટેલ પાર્ક, રણજીતસાગર રોડ પર રહેતા અરવીંદભાઈ આસોદરીયા, ઉ.વ.પ૭ એ સીટી એ પોલીસ સ્‍ટેશમાં જાહેર કરેલ છે કે, ભાવનાબેન અરવીંદભાઈ વલ્લભભાઈ આસોદરીયા, ઉ.વ.પ૪ ને પોતાના કુટુંબી કાકાજી સસરા હરસુખભાઈ પરસોતમભાઈ સતાસીયા પાસેથી જમીન ખરીદી લીધેલ હોય અને જમીનના તમામ પૈસા આપી દીધેલ હોવા છતા જમીન પોતાના નામે કરતા ન હોય જેથી મરણજનાર ભાવનાબેનને આ બાબતની સતત ચીંતા રહેતી હોય જે બાબતનું મનમાં લાગી આવતા પોતે પોતાની જાતે પોતાના ઘરે પંખાના હુકમાં ચુંદળી વડે ગળાફાંસો ખાઈ લેતા મૃત્‍યુ પામેલ છે.

ટાઈલ્‍સનો જથ્‍થો માથે પડતા વૃઘ્‍ધનું મોત

રાજકોટના માધાપર પાસે રહેતા અર્જુનસિંહ મહેન્‍દ્રસિંહ જાડેજા, ઉ.વ.રપ એ ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, મહેન્‍દ્રસિંહ નવુભા જાડેજા, ઉ.વ.૬૦, રે. મજોઠ ગામ, તા.ધ્રોલવાળા તેમના ગામના ગોરધનભાઈ સંઘાણીના ઘરે મેટાડોર ગાડી માંથી ટાઈલ્‍સ ઉતારતા હતા તે દરમ્‍યાન અચાનક ગાડીમાંથી ટાઈલ્‍સનો વધારે જથ્‍થો ઘસી આવતા મહેન્‍દ્રસિંહને પેટના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઈજા થવાથી સારવારમાં ધ્રોલ સરકારી હોસ્‍પિટલ ખાતે લાવતા મૃત્‍યુ પામેલ છે.

નાના થાવરીયા ગામે આઠ

બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

પંચ એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. શીવભદ્રસિંહ મહોબ્‍બતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, થાવરીયા ગામે આરોપી પરેશ રામજીભાઈ ખરા એ પોતાના કબ્‍જા ભોગવટના મકાનમાં દારૂની બોટલ નંગ-૮, કિંમત રૂ.૩ર,૦૦/- નો રાખી ઝડપાઈ ગયેલ છે તથા આરોપી જયસુખભાઈ સામતભાઈ ખરા ફરાર થઈ ગયેલ છે.

મહિલાને માર માર્યાની બે સામે રાવ

અહીં ધરારનગર-ર, મહેબુબશાહ પીરની દરગાહ પાસે રહેતા માનકુવરબા રણજીતસિંહ મહોબતસિંહ ગોહિલ, ઉ.વ.પ૦ એ સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, ફરીયાદી માનકુવરબા ને આરોપી અનોપસિંહ રાઠોડ એ જમણા કપાળના ભમાનાભાગે લોખંડનો પાઈપ વડે ઘા મારી લોહી નીકળે તેવી ઈજા કરી તથા બીજા બે ઘા મારી ડોકના ભાગે તથા વાસના ભાગે મુંઢ ઈજાઓ કરી તથા સાહેદ ઋતુરાજસિંહને લોખંડના પાઈપ વડે આડેધડ ઘા મારી ડાબા હાથમા કોણીથી નીચેના ભાગે ફેકચર તથા છરી વડે ડાબા કાનના ભાગે ઘા મારી લોહી નીકળે તેવી ઈજાઓ કરી તથા વાસાના ભાગે ધોકા વડે મુંઢ ઈજાઓ કરી ગાળો આપી આરોપી ભુપતસિંહ રાઠોડ એ સાહેદને ગાળો આપી તથા સાહેદ હેતલબાને આરોપી ભુપતસિંહ એ પાઈપ વડે પગમા મુઢ ઈજા કરી આરોપીએ ગુનો કરેલ છે.

ધોરીવાવ ગામે ૧૮પ

બોટલ સાથે બે ઝડપાયા : એક ફરાર

પંચ બી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. યોગરાજસિંહ પ્રવિણસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, ધોરીવાવ ગામે આરોપી પુંજાભાઈ માણસુરભાઈ બગડા તથા જયસુખ સામતભાઈ ખરા એ પોતાના રહેણાક મકાનમાં ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧૮પ, કિંમત રૂ.૧૮પ૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-ર, કિંમત રૂ.૮,૦૦૦/- મળી કુલ રૂ.ર૬,પ૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે તથા દારૂ સપ્‍લાય કરનાર આરોપી રામભાઈ ઉર્ફે રામકો જીવાભાઈ મેર ફરાર થઈ ગયેલ છે.

જુની અદાવતનું મનદુઃખ

રાખી માર માર્યાની રાવ

કાલાવડ તાલુકાના વોડીસાંગ (રણુજા)ગામે રહેતા પ્રફુલભાઈ પોપટભાઈ ભંડેરી, ઉ.વ.,૪પ એ કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોધાવી છે કે, રણુજા ગામે આરોપી પાચાભાઈ ધરમશીભાઈ સખીયા તથા ફરીયાદી પ્રફુલભાઈને વાડીના કુવે જવાના રસ્‍તા બાબતે ઘણા સમયથી મનદુઃખ ચાલતુ હોય જેથી આરોપી પાચાભાઈએ ફરીયાદી પ્રફુલભાઈને વાડીએ જવાના રસ્‍તાપર રોકી ગાળો આપી ધોકા વડે જમણા હાથના પગમા તથા માથાના ભાગે પથ્‍થર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

સેનાનગરમાં જુગાર રમતા છ ઝડપાયા

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હિતેન્‍દ્રસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, યોગેશ્‍વરધામ, સેનાનગર, જાફરકોટાઈની વાડાની બાજુમાં રહેતા આરોપી સનીસિંગ શેરસિંગ તલીપીતીયા એ પોતાના  મકાને બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી વ્‍યવસ્‍થા કરી આપી અન્‍ય આરોપીઓ બલવિનદ્રસિંગ મનમોહનસિંગ તીલપીતીયા, જસબીરસિંગ ધરમસિંગ દુદાણી, અવતારસિંગ ઉદમસિંગ ખીતી, મલીનદરસિંગ મહેન્‍દ્રસિંગ દુદાણી, સુરજસિંગ મનમોહનસિંગ તીલપીતીયા રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.ર૯,૮૦૦/ તથા ત્રણ મોટર સાયકલ કિંમત રૂ.૬૦,૦૦૦/ મળી કુલ રૂ.૮૯,૮૦૦/ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(2:01 pm IST)