Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રના વર્ગ-૪ના કર્મચારીઓનો પગાર નિયમિત કરવા ટિમ ગબ્બરની રજુઆત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૭ `: વિસાવદર ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ. ગજેરા એડવોકેટ સુરત તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીએ મુખ્યમંત્રી,આરોગ્ય મંત્રી-કમિશનરને લેખીત રજુઆત કરી જણાવેલ છે કે વિસાવદર તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા મૌખિકમાં રજુઆત મળેલ છે કે, આરોગ્ય વિભાગના જુદા જુદા કરાર આધારિત કર્મચારી ઓની નિમણૂક એમ.જે.સોલંકી અને  ડી.જે. નાકરાણીની એજન્સી દ્વારા કરાર આધારિત કર્મચારીઓ તરીકે નિમણૂક આપવામાં આવેલ છે જેમાં પાર્ટ ટાઈમ ચોકીદાર, વોર્ડ બોય, ડ્રેસર, લેબ.ટેકનીશિયન, ડ્રાયવર વિગેરે હોદા ઉપર નિમણૂક આપવામાં આવેલ છે આ કર્મચારીઓ ખુબજ ઓછા પગારથી નોકરી કરતા હોય તેઓ ઘરની કુટુંબની જવાબદારી ધરાવતા હોય અવારનવાર રજુઆત કરવા છતાં આવા કર્મચારીઓના બે બે માસ ઉપરાંતના પગાર ચડત થયેલ હોય અને તેઓના કુટુંબની આજીવિકાનો પ્રશ્ન  ઉભો થયેલ હોય  આ બાબતે તાત્કાલિક પગલાં લઈ આવા કર્મચારીઓને તાત્કાલિક પગાર ચુકવવામાં આવે તથા નિયમિત પગાર ચૂકવવવામાં  આવે તેવી ટિમ ગબ્બરના વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીનીએ જણાવ્યું છે.

(1:59 pm IST)