Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

જુનાગઢમાં વાંધાજનક ફોટા કાઢીને હવે પછી હેરાન ન કરવા પોલીસને ખાતરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૭`: જૂનાગઢ શહેરના મધુરમ સોસાયટી વિસ્તારમાં રહેતા અને શિક્ષક તરીકે નોકરી કરતી મહિલા વિણાબેન (નામ બદલાવેલ છે...), પોતાના ભવિષ્યના પતિ અને સગાઈ થયેલ યુવક સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, પોતે શિક્ષિકા તરીકે નોકરી કરતી હોય, પોતાને એક હીરા ઘસતો બીજી જ્ઞાતિના યુવક સાથે ભૂતકાળમાં પ્રેમ સંબંધ હોઈ, પરંતુ હાલમાં પોતાની સગાઈ સાથે આવેલ યુવક સાથે થયેલ હોઈ, યુવતી દ્વારા હવે સંબંધ રાખવા ના પાડતા, પરાણે વાત કરવા મજબૂર હોય, અવાર નવાર પોતે બહાર જતી વખતે રસ્તો રોકી, જબરજસ્તી કરવાં લાગે છે અને યુવક પરણિત હોઈ, બે છોકરાનો બાપ હોઈ, બળજબરી કરી, ભૂતકાળમાં રાખેલ સંબંધ વખતના મોબાઈલમાં ફોટો વિડિયો વાયરલ કરી, સમાજમાં બદનામ કરવાની તથા છરીઓ મારી ઈજા કરવાની તેમજ સગાઈ કરેલ યુવકને પણ માર મારવાની સતત ધમકી આપતા હોયપોતાની સમાજમાં આબરૃ જવાનો ભય લાગતા, રજૂઆત કરવામાં આવેલ હતી.

સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.જે.ગઢવી, સ્ટાફના હે.કો. નાથાભાઈ, ઇન્દ્રસિહ, કરણસિંહ પો.કો. આઝાદસિંહ, કૈલાશભાઈ તેમજ લ્ત્ર્ફૂ ર્વ્ફૂી ના મહિલા એએસઆઈ લીલાવતીબેન, પો.કો. શીતલબેન, અલ્પાબેન, મનીષાબેન, ભાવિકભાઈ, સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે સામાવાળાને શોધી કાઢી, ગુન્હો નોંધવા કાર્યવાહી કરવા સમજાવતા, સામાવાળા યુવક અને તેના સંબંધીઓ મોબાઈલમાંથી વાંધાજનક ફોટા મોબાઈલ ફોર્મેટ મારી, કઢાવી દીધા હતા. ઉપરાંત, હવે પછી કોઈ દિવસ આ બાબતે તેને નહીં બોલાવવા કે હેરાન નહિ કરવા ખાતરી આપતા, દીકરી તથા સગાઈ થયેલ યુવક દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો. 

એકતા સમિતિ દ્વારા આવેદન

જંત્રાખડી ગામની પ્રથા મેઘનાથને ન્યાય આપવા કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતી માન્ય મુખ્ય મંત્રીશ્રી સંબોઘન આવેદન પત્ર જુનાગઢ કલેકટર શ્રી ને પ્રથામેઘનાથી, ઉ. વ. ૮ જંત્રાખડી ગામ તા.કોડીનાર જી.ગીર સોમનાથની વતની દિકરી ઉપર ગામ જંત્રાખડીમાં દુષ્કર્મ આચર્યુ અને તેની ક્રુર હત્યા કરવામા આવી,આરોપી પકડાઇ ગયો છે. આરોપીને તાત્કાલીક સજા મળે તે માટે સરકાર તાત્કાલીક ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરી કેસ ચલાવવામાં આવે.                  આવા આરોપી ક્રુર માનસીક ધરાવતા દ્દુષ્કમૅ કરનાર હત્યારાને કડક ફાંસીની સજા થાયતેવી સરકાર કાયૅવાહી કરે. ભોગ બનનાર દિકરીના કુટુંબને આર્થિક  સહાય રૃ।.૨૫,૦૦,૦૦૦/- પચીસ લાખ આપવામાં આવે.   દિકરી પ્રથામેઘનાથીની કાયમી યાદી માટે જંત્રાખડ ગામમાં સાવૅજનિક સંસ્થાઓનુ નામકરણ કરવામા આવે.જંત્રાખડી ગામની ગૃહમંત્રીશ્રી મુલાકાત લે.   ઉપરોકત માગણીનું આવેદનપત્ર બટુકભાઈ મકવાણા જીસાનભાઈ એડવોકેટ સોહીલ સિદ્દીકી વહાબભાઈ કુરેશી મુન્નાબાપુ કાદરી મનોજભાઈ ભટ્ટ હરેશભાઈ બાટવીયા પ્રફુલભાઇ કાલરીયા કે.ડી સગારકાએ આપેલ છે.

મહીલાઓ જોગ અપીલ

જુનાગઢમા કોરોનાની એન્ટ્રી થયેલ છે ત્યારે જો કોઇબહેનો એ વેકસીન ના લીધી હોય કે પરીવારના કોઇ સભ્ય બાકી હોય તો તાકીદે વેકસીન કેન્દ્ર પર જાવ અને વેકસીન લ્યો. સોશ્યલ ડીસ્ટન્સનુ પાલન શરૃ કરો સેનેટાઇઝરનો ઉપીયોગ શરૃ કરો અને ભીડ વાલી જગ્યામા જવાનુ ના રાખો  અને પરીવારને અને સમાજને સુરક્ષીત રાખો તેવી અપીલ સાધનાબેન નિર્મલ પ્રમુખ નયનામેડમ નારીશકિત સંસ્થાન્ અને પારૃલબેન સુચક પ્રમુખ નયનામેડમ રઘુવંશી લેડીઝ કલબ જુનાગઢ એ કરી છે.

(1:47 pm IST)