Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

મોરબી પંથકમાં રાત્રે તેજ પવન સાથે વરસાદી ઝાપટું

તેજ પવન અને વરસાદના કારણે મોરબી શહેરમાં વીજપુરવઠો ખોરવાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૭ `:  મોરબી પંથકમાં રવિવારે રાત્રે વીજળીના કડાકા ભડકાની વચ્ચે અચાનક જ મીની વાવાઝોડું ફુંકાયું હોય તેમ ભારે તેજ પવન ફૂંકાવાની સાથે અમુક જગ્યાએ વરસાદ શરૃ થયો હતો અને વાતાવરણમાં ઠંડક સાથે વરસાદી માહોલ સર્જાયો હતો.

રવિવારે રાત્રિમાં વીજળીના ચમકારા અને કડાકા ભડકાની વચ્ચે તેજ પવન ફુંકાયો હતો. મોરબી પંથકમાં થોડીવાર માટે જાણે મીની વાવાઝોડું ફૂકાયું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. તેજ પવનની સાથે અમુક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૃ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જયારે ભારે પવનના પગલે વાંકાનેર વઘાસિયા ટોલ નાકા પાસે વાહનો થોડીવાર થંભાવી પડ્યા તેવી સ્થિતિ સર્જાઈ હતી. જયારે ભારે પવનની સાથે વરસાદ પડતાની સાથે મોરબીમાં મોટાભાગના વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો. જયારે ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર પવન સાથેસારો એવો વરસાદ પડયાના સમાચાર મળ્યા છે.

(4:58 pm IST)