Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

પોરબંંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જિલ્લા પ્રમુખપદે વિજયસિંહ સોઢાની નિમણુંક

પોરબંદર `: તા. ૨૭ `: ડોકટર વિજયસિંહ જી. સોઢાને પોરબંદર અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોપાઇ

શ્રી ધનજીભાઇ ડી કોટીયા વાલા મ્યુનિસિપલ લો કોલેજના પ્રિન્સિપાલ ડોકટર વિજયસિંહ જી સોઢા કે જેવો ગુજરાત રાજયની લો કોલેજોમાં સૌથી નાની વયના પ્રિન્સિપાલ છે તેમજ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કાયદા વિદ્યાશાખાના બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન છે તે ઉપરાંત યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલના સભ્યા છે તેમજ યુનિવર્સિટી કાયદા વિદ્યાશાખાની એડમિશન સમિતિના સભ્ય છે. અત્યાર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પોરબંદર શાખાના નગર અધ્યક્ષ હતા.

તેઓ ગુજરાત પ્રાંત ભરૃચ ખાતે ચાલતા અભ્યાસ વર્ગના પોરબંદર જીલ્લા ના  વિદ્યાર્થી પરિષદના જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી જાહેર કરવામાં આવેલ જેઓએ એલ એલ બીનો અભ્યાસ પૂરો કર્યાબાદ એલ. એલ. એમ જેેવી ડિગ્રી મેળવવા માટે વિદ્યાર્થીઓને બહાર જવુ પડતુ હતું તો તેવોના સફળ પ્રયાસથી લો કોલેજમાં જ એલ.એલે.એમ નો અભ્યાસક્રમ પણ ચાલી રહ્યો છે. તેમને ભારતીય વિદ્યાર્થી પરિષદ પોરબંદર શાખાના કાર્ય કર્તાઓ દ્વારા અભિનંદન પાઠવ્યા છે.

(1:39 pm IST)