Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ટંકારાના કલ્યાણપર ગામે ગૌરવ દુબરીયાનો ફાંસો ખાઇ આપઘાત

(પપ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૭ `:  ટંકારાના કલ્યાણપર ગામે રહેતા યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત લીધો હતો

 મળતી માહિતી મુજબ ટંકારાના કલ્યાણપર ગામે રહેતા ગૌરવભાઈ છગનભાઈ દુબરિયા (ઉ.૨૨) એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે તો યુવાનના અંતિમ પગલાને લઈને પરિવારજનો પણ શોકમય થયા હતા

બાઇકની ઉઠાંતરી

 ટંકારા મામલતદાર કચેરી નજીક રહેતા સલીમભાઈ અબુભાઈ પીલુડીયાનું હીરો સ્પ્લેન્ડર જીજે ૩૬ ડી ૪૧૨૪ કીમત રૃ.૩૫૦૦૦ વાળું  કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હોય જે મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:32 pm IST)